ચાટ વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી મીઠું ઉમેરી બાફી લો.
૨ ) બીટ ને પાણી માં ધોઈ તેની છાલ ઉતારી બાફી લો.
૩ ) આખા જીરા ને એક પેન માં ગેસ ની મધ્યમ આંચ પર સેકી લો ત્યારબાદ જીરા નો પાઉડર બનવી લો .
૪ ) કોથમીર ને ધોઈ ને જીણી સમારી લો.
૫ ) ડુંગળી ને ઝીણી સમારી લો.
૬ ) બટકા ઠરે ત્યારબાદ તેનો છુંદો કરી લો તેમાં ૧ ટી સ્પૂન સંચડ ઉમરો જરૂર લાગે તો મીઠું ઉમેરી માવો તૈયાર કરી લો.
૭ ) બાફેલા બીટ ને ઝીણું સમરી લો.
૮ ) એક પ્લેટ માં પાપડી પૂરી ગોઠવી લો, બટાકા ના માવા માંથી નાઈ નાની લુવા બનાવી તેના પર ગો...ઠવો ત્યારબાદ તેના પર ખજૂર ની ચટણી,આંબલી ની ચટણી ઉમેરો,હવે જીણું સમરેલું બીટ ભભરાવો ત્યારબાદ થોડા દાડમ ના દાણા મૂકી તેના પર થોડું મીઠું તેમજ ચાટ મસાલો છાંટી સેકેળ જીરા પાઉડર છાંટી દો.
૯ ) તૈયાર કરેલ ગળ્યું દહી ઉમેરી( ગળયુ દહી નાખવું હોય તો જ )તેના પર જીણી સમરેલ કોથમીર તેમજ સેવ વડે ગર્નીશ કરો. તૈયાર છે પાપડી ચાટ.
Kaywords: પાપડી ચાટ, Papdi Chaat Recipe in Gujarati, Papri Chat, Papdi Chat, Aloo Papdi Chaat, Dahi Papdi Chaat
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 પાપડી ચાટ ને રેટિંગ આપવા બદલ આભાર.