ફ્યુઝન વાનગી: ફાસ્ટફૂડ
બનાવવામાં લાગતો સમય: ૪૦ થી ૫૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૮ થી ૧૦ નંગ
૧ ) સૌ પ્રથમ બધા જ શક ભાજી ને સારી રીતે ધોઈ લો.
૨ ) ગાજર તથા બીટ ને છાલ ઉતરી અલગ_ અલગ ખમણી લો.
૩ ) કોબી, કેપ્સિકમ,ડુંગળી,લસણ,ને લાંબા અને પાતળા સમારી લો.
૪ ) બટાકા ને કૂકર માં ૩ સિટી વગાડી બાફી લો.
૫ ) બાફેલા બટાકા ને ઠંડા થઈ જાય ત્યારબાદ તેને ક્રશ કરી માવો તૈયાર કરી લો.
૬ ) તૈયાર કરેલા બટાકા ના માવા માં સ્વાદ મુજબ મીઠું,ધાણાજીરું,કોથમીર,ગરમ મસાલો,લીંબુ નો રસ,ખાંડ,લલા મરચું પાઉડર,આદુ _લસણ ની પેસ્ટ ઉમેરી માવા ને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી એક તરફ રાખી દો.
૭ )ગેસ ની ધીમી આંચ પર એક પેન ને ગરમ મ...ુકી તેમાં ૧ ટી સ્પૂન તેલ ,૧/૪ સ્પૂન રાઈ,૧/૪ટી સ્પૂન હિંગ મુકી વઘાર કરી તેમાં ખમનેલ ગાજર ઉમેરી થોડી વાર હલવો તેમાં સ્વાદ મુજબ મીઠું,૧ ટી સ્પૂન ખાંડ ઉમેરી સારી રીતે હલાવી અધકચરા ચડવા દો. હવે ગાજર ને એક તરફ રાખી દો.( ગાજર અધકચરા જ રાખવા)
૮ ) ગેસ ની મધ્યમ આંચ પર એક પેન ગરમ મુકી તેમાં ૧ટી સ્પૂન તેલ,૧/૪ તિંસ્પૂં રાઈ,૧/૪ હિંગ મુકી વઘાર કરી તેમાં ખામનેલ બીટ ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું,૧ટી સ્પૂન ખાંડ ઉમેરી સારી રીતે હલાવી લો.હેવ બીટ ને એક તરફ રાખી દો(બીટ ને અધકચરા જ રાખવા)
૯ ) ગેસ ની મધ્યમ આંચ પર એક પેન ગરમ મૂકી તેમાં ૧ટી સ્પૂન તેલ,૧/૪ રાઈ,૧/૪ હિંગ ઉમેરી વઘાર આવા દો ત્યારબાદ તેમાં લાંબુ કાપેલું લસણ,ડુંગળી ઉમેરી ૪ થી ૫ મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં સમરેલ કેપ્સિકમ ઉમેરી થોડી વાર રેહવા દો ત્યારબાદ સરેલ કોબી ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી સારી રીતે હલાવી લો.( શાક ને અધકચરું જ રાખવું)
ફ્રેન્કી ની રોટલી બનવા ની રીત:
૧ ) એક વાસણમાં ઘઉં નો લોટ,ચોખા નો લોટ તેમજ મેંદા ના લોટ ને મિક્સ કરી લો.
૨ ) મિક્સ કરેલા લોટ મા સ્વાદ મુજબ મીઠું,મરચું,અજમો,જીરું,તેમજ તેલ ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી એકરસ કરી લો.
૩ ) ત્યારબાદ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને એક તરફ રાખી દો.
રોટલી બનવા ની પદ્ધતિ:
૧ ) બાંધેલા લોટ માથી થોડા મોટા લુવા બનાવી ને લંબગોળ રોટલી વણી લો.
૨ ) ગેસ ની મધ્યમ આંચ પે એક પેન ગરમ મૂકી તેમાં ઘી/ બટર લગાવી રોટલી ને આછા ગુલાબી રંગ ને સેકી લો.
ફ્રેન્કી બનવા ની રીત:
૧ ) સેકેલી રોટલી મા ૧ટી સ્પૂન સોસ પથરી દો.
૨ ) ચીઝ ની એક સ્લાઈસ લઈ તેને પાતળી લાંબી પટ્ટી જેમ કાપી લો.
૩ ) ચીઝ ની લાંબી પાતળી પટ્ટી ને સોસ લગાવેલી રોટલી માં થોડા _ થોડા અંતરે પથરી દો.
૪ ) રોટલી નો ઉપર નો ભાગ થોડો છોડી તેના પ્ર એક ચમચી કોબી, કેપ્સિકમ, ડૂંગળી,લસણ વાળુ અધકચરું શાક ૧ ટી સ્પૂન પાથરો ત્યારબાદ તેના ઉપર એજ રીતે બીટ પાથરો ત્યારબાદ એજ રીતે ગાજર પથરી દો.
૫ ) મસાલા વડા બટાકા ના માવા ને હાથ વડે લંબગોળ આકાર નો બનાવી હળવા હાથે સરસ રોલ બનાવી દો. તેના પ્ર થોડું ચીઝ છાંટી દો.
૬ ) ફ્રેન્કી ને હાથ વડે ધીમે - ધીમે રોલ વાળી લો.તેના પ્ર ટૂથ પિક લગાવી દો જેથી ફ્રેન્કી ખુલી ના જાય. તૈયાર છે પોષ્ટિક ગરમ ગરમ ફ્રેન્કી.
Kaywords: વેજિટેબલ ફ્રેન્કી, Frankie Recipe in Gujarati, Veg Frankie, Bombay Veg Frankie Roll
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 વેજિટેબલ ફ્રેન્કી ને રેટિંગ આપવા બદલ આભાર.