ફ્યૂઝન વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૩૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૭ થી ૮ કલાક
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૨ થી ૧૫ નંગ
૧ ) પૂર્વતૈયારી : મગ, ચણા, છોલે, રાજમા, વટાણા, ચોળા (બધા જ કઠોળ) ને સારી રીતે ધોઈ ને હુંફાળા પાણી માં ૭ થી ૮ કલાક માટે પલાળી દો.
૨ ) ૭ થી ૮ કલાક બાદ પલાળેલ બધાજ કઠોળને કુંકુરમાં બાફી લો ( કુકરની ૨ સિટી વગાડવી, કઠોળને અધકચરું જ બાફવું)
૩ ) ડુંગળી લસણ તેમજ ટમેટાંને ઝીણા સમારીલો.
૪ ) એક પેનને ગેસની મધ્યમ આંચ પર ગરમ મૂકો ત્યારબાદ તેમાં તેલ ગરમ મૂકો,તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરો,વઘાર આવી ગયા બાદ તેમાં ઝીણા સમારેલ દૂનળી,ટામેટાં તેમજ લસણ ઉમેરી સાતડી લો-આછા બ્રાઉન રંગ ના બંર ત્યાંસુધી સાતળી લો ત્યારબાદ તેમાં હળદર,ધ...ાણાજીરું,લાલ મરચાં નો પાઉડર,આદું-મરચાં ની પેસ્ટ ઉમેરી ૧ થી ૨ મિનિટ માટે રહવા દો ત્યારબાદ તેમાં અધકચરા બાફેલા કઠોળ ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી સરખું હલાવે લો એકરસ કરી લો.ત્યારબાદ તેમાં ગરમ મસાલો,તેમજ કોથમીર ઉમેરી હલાવી લો ૫ થી ૧૦ મિનિટ ગેસ ની મધ્યમ આંચ પર રહવા દો ત્યારબાદ તેને એક તરફ ઢાંકી ને રાખી દો.
૫ ) એક વાસણ માં ચોખા નો લોટ, મકાઇ નો લોટ,તેમજ મેંદા નો લોટ લો તેમાં સ્વાદ મુજબ મીઠું,૧ ટેબલ અપૂન જીરું,૧ ટી સ્પૂન અજમો ઉમેરી મિક્સ કરી લોટ બાંધી લો.( પૂરી ના લોટ જેવો લોર બાંધવો)અને લોટ ને ઢાંકી એક તરફ રાખી દો.
૬ ) ગેસ ની મધ્યાં આંચ પર એક પેન માં તેલ ગરમ મૂકો( તળવા માટે)
૭ ) બાંધેલ લોટ માંથી પૂરી વણી લો.
૮ ) ગરમ તેલ માં પૂરી ને તળવા માટે મૂકો પૂરી હલહ આડાઈ જાય ઈત્યરે તેને તેલ માં જ અથવા બહાર કાઢી બે સરખા ભાગગ પડે તેમ છીપયા વડે વાંચી થી વાળી લો અને ફરી થી તેલ માં તળવા માટે મૂકી દો પૂરી ની આછા બ્રાઉન રંગ ને તેમ જ કડક તળવી. પૂરી ને તળી ને એક પલટી માં કાઢી લો. તકોઝ તૈયાર.
૯ ) તૈયાર કરેલ તકોઝ માં એક તરફ રાખેલ કઠોળ નું પૂરણ ભરી દો અને તેના પર થોડું ચીઝ ખમણી ની ભભરાવી દો. તૈયાર છે સ્વાદિષ્ટ તકોઝ.
નોંધ:- કઠોળ ને ફણગાવી ને પણ ઉપયોગ માં લઈ શકાઈ. ખટાશ માટે આમચૂર પાઉડર પણ લઈ શકાઈ. કઠોળ ના પુરંણ માં કોથમીર સાથે સુકવેલ ફૂદીના ના પાન નો ભુક્કો કરી ને પણ ઉમેરી શકાઇ.
Kaywords: કઠોળના ટાકોઝ, Bean Tacos Recipe in Gujarati, Vegetarian Bean Tacos, Desi Tacos
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 કઠોળના ટાકોઝ ને રેટિંગ આપવા બદલ આભાર.