Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ચપાતી કોફતા (રોટલીના કોફતા)

  33  |  2193 Views

લેફ્ટઓવર, ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન, શાક

ચપાતી કોફતા (રોટલીના કોફતા)

બનાવવામાં લાગતો સમય: ૧ કલાક

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૩ થી ૪ વધેલી રોટલી
૨૫૦ મિલી દહી
૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ
૧નંગ તમાંલપત્ર
૧ ટી સ્પૂન જીરું
૧/૨ ટી સ્પૂન મેથી
૨ નંગ લાલ સૂકા મરચાં
૫૦૦ ગ્રામ ડુંગળી
૧ ટી ખાંડ
૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો
૨ ટેબલ સ્પૂન ધાણાજીરું
૨ ટેબલ સ્પૂન મરચું
૧ ટેબલ સ્પૂન હળદર
૨૫૦ ગ્રામ બટાકા
૧૦૦ ગ્રામ કોથમીર
૧ ટેબલસ્પૂન કસૂરી મેથી
૨ ટી સ્પૂન આદું-મરચાં ની પેસ્ટ
૧ ટી સ્પૂન હિંગ
૫૦૦ મિલી તેલ
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ ગેસ ની મધ્યમ આંચ પર નોનસ્ટિક ગરમ મૂકી તેમાં રોટલી ને ખાખરા ની જેમ( કડક) સેકી લો. ત્યારબાદ થોડીવાર ઠંડી થવા માટે એક તરફ રાખી દો.

૨ ) ઠરી ગયેલ રોટલી ના કટકા કરી તેને મિક્સર માં સાવ ઝીણો ભૂકો કરી લો.

૩ ) કોથમીર ની પાણી માં ધોઈ ને ઝીણી સમારી લો. અને ડુંગળી ની ઝીણી સમારી લો અને તે બે સરખા ભાગ કરી લો,ઝીણી સ્મરેલ ડુંગળી ના એક ભાગ ને ઢાંકી ને એક તરફ રાખી દો અને બીજી ડુંગળી ની મિક્સર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લો.

૪ ) બટાકા ની ચાલ ઉતારી બાકા ને બાફી લો. ત્યારબાદ બાફેલ બટાકા નો છુંદો કરી માવો બનાવી લો.

૫ ) તૈયાર કરેલ રોટલી ...ના ભૂકા ને એક બાઉલ માં કાઢી લો ત્યારબાદ તેમાં ૨ થી ૩ ટેબળ સ્પૂન દહી,૧ ટી સ્પૂન ખાંડ,બટાકા નો માવો,૧/૨ ટેબલ સ્પૂન હળદર,૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો,૧ ટેબલ સ્પૂન મરચું,૧ ટેબલ સ્પૂન ધાણાજીરું,ઝીણી સમારેલી ડુંગળી,સ્વાદ મુજબ મીઠું,ઝીણી સમરેલ કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લો અને ૫ થી ૭ મિનિટ ઢાંકી ને રાખી દો.

૬ ) તૈયાર કરેલ લોટ માંથી મધ્યમ કદ ના લુવા બનાવી લો.

૭ ) એક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી તેમાં તેલ ગરમ કરી લો,તેલ ગરમ થઈ જાત ત્યારબાદ તૈયાર કરેલ રોટલી ના લુવા ગેસ ની મધ્યમ આંચ પર તળી લો. બ્રાઉન રંગ ના બને ત્યાં સુધી તળવા. તળ્યા બાદ એક પ્લેટ માં કાઢી થોડી વાર માટે એક તરફ રાખી દો.

૮ ) મિક્સર ના એક બાઉલ માં ૨૦૦ મિલી જેટલું દહી લો ત્યાર બાદ તેમાં ૨ ટેબલ સ્પૂન ચણા નો લોટ ઉમેરી ક્રશ કરી એક રસ કરી ગ્રેવી બનાવી લો

૯ ) એક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી તેમાં ૨ થી ૩ ટેબલ સ્પૂન ગરમ મૂકી દો,ત્યારબાદ તેમાં લાલ સૂકા મરચાં, આખું જીરું, તમાલ પત્ર, મેથી ઉમેરી થોડી વાર રહવા દો,ત્યાર બાદ તેમાં હિંગ ઉમેરી તૈયાર કરેલ ડુંગળી ને પેસ્ટ ઉમેરી આછા ગુલાબી રંગ ની બને ત્યાં સુધી સાતડી લો.

૧૦ ) ડુંગળી સાતડી લો ટીઆબાદ તેમાં તૈયાર કરેલ દહી ઉમેરી થોડી વાર માટે રહવા દો ,હવે તેમાં મરચું,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો ઉમેરી ચડવા દો. ગ્રેવી એક રસ બને ત્યારબાદ તેમાં તૈયાર કરેલ રોટલી ના બૉલ( લુવા) ઉમેરી દો અને શાક ને થોડી વાર માટે ઢાંકી ની ચડવા માટે રાખી દો.( ૫ થી ૭ મિનિટ ગેસ ની મધ્યમ આંચ પર શાક ની ચડવા માટે રાખવું )

૧૧ ) હવે શાક ને એક સર્વિંગ બાઉલ માં કાઢી કોથમીર વદે ગાર્નિશ કરો. ઐયાર છે ચપાટી કોફતા.

Kaywords: ચપાતી કોફતા (રોટલીના કોફતા), Leftover Roti Kofta Recipe in Gujarati, Chapati Kofta

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

રોટલીનો પાક

રોટલીનો પાક

રોટલીનો ચેવડો

રોટલીનો ચેવડો

વેજિટેબલ ફ્રેન્કી

વેજિટેબલ ફ્રેન્કી

રોટલીનો ચેવડો

રોટલીનો ચેવડો

રોટલીની સુખડી (ખાંડમાં)

રોટલીની સુખડી (ખાંડમાં)

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ચપાતી કોફતા (રોટલીના કોફતા) ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: