લેફ્ટઓવર, ગુજરાતી વાનગી: મીઠાઇ
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૨ થી ૧૫ નંગ
૪ થી ૫ નંગ વધેલી રોટલી | |
૫૦ ગ્રામ ખાંડ | |
૧/૨ ગ્લાસ પાણી | |
૧ ટી સ્પૂન એલચી પાઉડર | |
૧ ટી સ્પૂન ઘી |
૧) સૌ પ્રથમ ગેસ ની મધ્યમ આંચ પર લોઢી ને ગરમ મૂકી તેમાં રોટલી ને ખાખરા ની મારફત કડક સેકી લો.
૨) રોટલી સેકી ગયા બાદ થોડી વાર ઠંડી થવા માટે રાખી દો.
૩) એક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી તેમાં ખાન ઉમેરી થોડું પાણી ઉમેરી ચાસણી બનવા માટે મૂકી દો. ચાસણી એક તાર ની બનાવી,ચાસણી બનાવતી વખતે જ તેમાં એલચી પાઉડર ઉમેરી દેવો. ચાસણી બની જાય ત્યારબાદ ગેસ બંધ હરી દેવો.
૪) ઠંડી કરેલ રોટલી નો મિક્સર માં ઝીણો ભુક્કો કરી લો.
૫) રોટલી ના બહુક્કા ને તૈયાર કરેલ ચાસણી માં ધીમે-ધીમે ઉમેરતા જાવ આની હલાવતા જવું અને મિશ્રણ એક રસ બનાવી લેવું. ...p> ૬) એક પ્લેટ માં ૧ ટી સ્પૂન જેટલું ઘી હાથ વડે પાથરી દો ત્યારરબાદ તેમાં તૈયાર કરેલ મિશ્રણ ઢાળી દો અને સરખું પાથરી તેના ક્ટર /છરી વડે ચોસલા પાડી એક તરફ ઠડું થવા માટે રાખી દો. ૭) તૈયાર છે રોટલી ની સુખડી.
Kaywords: રોટલીની સુખડી (ખાંડમાં), Leftover Roti Sukhadi Recipe in Gujarati, Roti Sukhadi With Sukhdi
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 રોટલીની સુખડી (ખાંડમાં) ને રેટિંગ આપવા બદલ આભાર.