ગુજરાતી, લેફ્ટઓવર વાનગી: મિઠાઇ
બનાવવામાં લાગતો સમય: ૮ થી ૧૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ માટે
૭ થી ૮ વધેલી રોટલી | |
૫૦ ગ્રામ ગોળ | |
૧ થી ૧.૫ ટેબલ સ્પૂન ઘી | |
૧/૨ ટી સ્પૂન એલચી પાઉડર |
૧ ) સૌ પ્રથમ રોટલી ને હાથ વડે મસળી ને અધકચરો ભૂકો કરી લો.
૨ ) એક પેન માં ૧.૫ ટેબલ સ્પૂન ઘી ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકો.
૩ ) ગોળને જીણો ખાંડી લો.
૪ ) ગરમ કરેલ ઘી માં ખાંડેલો ગોળ ઉમેરતા જાવ અને ધીમે -ધીમે હલાવતા રહો.
૫ ) ગોળ ગરમ થઈ ને ઉપર આવાવા લાગે (ઊભરો આવવા લાગે) ત્યારબાદ તેમાં રોટલી નો અધકચરો કરેલો ભૂકો ઉમેરી હલાવતા રહો, ગોળ અને રોટલી નો ભુક્કો એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહું તેમ થોડો એલચીનો પાઉડર ઉમેરી હલાવી લો. મીશ્રણ એકરસ બને ત્યારબાદ ગેસ બંધ કરી લો.
૬ ) તૈયાર છે રોટલી નો પાક, પાક ને ગરમ-ગરમ સર્વ કરો....
Kaywords: રોટલીનો પાક , Leftover Roti Pak Recipe in Gujarati, Leftover Roti Paak, Roti Pak, Chapati Pak
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 રોટલીનો પાક ને રેટિંગ આપવા બદલ આભાર.