ગુજરાતી, લેફ્ટઓવર વાનગી: ફરસાણ, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૩૫ થી ૪૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ ચણા નો લોટ લો તેમાં ૨ ટેબલ સ્પૂન દહી, ૧ ટેબલ સ્પૂન મરચું, ૧ ટેબલ સ્પૂન ધાણાજીરું, ૧/૨ ટી સ્પૂન હળદર, ૧ ટેબલ સ્પૂન ખાંડ, ૧ ટેબલ ગરમ મસાલો, ૫૦ ગ્રામ ઝીણી સમારેલી કોથમીર, ૧ ટી સ્પૂન ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, થોડું પાણી ઉમેરી મિશ્રણને સરખું હલાવી એક રસ બનાવી લો. મિશ્રણ ને ૩૦ મિનિટ માટે ઢાંકી ને એક તરફ રાખી દો.
૨ ) ગેસ ની મધ્યમ આંચ પર ઢોકડા નું કુંકુર મૂકો ત્યારબાદ તેમાં ૧ થી ૧.૨૫ લિટર જેટલું પાણી ભરી સ્ટેન્ડ લગાવી દો, સ્ટેન્ડ પર થોડું તેલ લગાવી દેવું જેથી પાત્રા ચોંટી ના જાય.
3 ) વધેલી રોટલી લો હવે રોટલી પર તૈયાર કરેલ મિશ્રણ ને ૨ ઇંચ જેટલું પ...ાથરી તેના પર બીજી રોટલી મૂકી ટાઇટ રોલ વડતા જાવ (જો રોટલી નો રોલ ખૂલી જતો હોય તો રોલ વાડ્યા બાદ તેને ટુથ પિક વડે પેક કરી દેવું) આવી રીતે બધી જ રોટલી ના રોલ તૈયાર કરી લો.
૪ ) તૈયાર કરેલ રોટલીના રોલ ને ઢોકડીયામાં ગોઠવી દો (અથવા મુઠીયા બનાવીએ તેજ રીતે તપેલામાં) અને ઢાંકી દો, ગેસ ની મધ્યમ આંચ પર ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી દો.
૫ ) ૨૦ મિનિટ બાદ પાત્રા ચડી ગયા છે ક નહી તેની ખાતરી કરી લો. (પાત્રા ચેક કરવા માટે છરી પાત્રા પર લગાવી જોવો, દો જો લોટ છરી પર ચોંટી જાય તો પાત્રા હજુ કાચા છે સમજવું)
૭ ) ગેસ ની મધ્યમ આંચ પર એક પેન માં ૧ થી ૧.૫ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકી તેમાં મીઠા લીંબડા ના પાન, રાય, હિંગ ઉમેરી વઘારી લો. વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં ગોળ સમરેલા પાત્રા ઉમેરી દો.
૮ ) હવે પાત્રા પર મરચું, ધાણાજીરું, દહી, ઝીણા સમરેલ લીલા મરચાં, હળદર, ચાટ મસાલો, ખાંડ ઉમેરી હલાવી મિક્સ કરી લો ( હળવા હાથે હલાવું જેથી પાત્રા નો ભૂકો ના થી જાય) પાત્રા થોડા બ્રાઉન રંગ ના બને ત્યારબાદ ગેસ બંધ કરી દો.
૯ ) તૈયાર છે ગરમ ગરમ રોટલી ના પાત્રા. પાત્રા ને કોથમીર વડે ગાર્નિશ કરો. એક પ્લેટ માં સર્વ કરો. પાત્રા ને ખજૂર આંબલી ની ચટણી તેમજ સોસ સાથે ખાઈ શક્ય .
Kaywords: રોટલીના પાત્રા, Leftover Roti Patra Recipe in Gujarati, Chapati PatraFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 રોટલીના પાત્રા ને રેટિંગ આપવા બદલ આભાર.