Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

સુંવાળી

  48  |  2361 Views

ગુજરાતી વાનગી: નાસ્તો

સુંવાળી

બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૨૦ થી ૩૦ મિનિટ

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૮ થી ૧૨ નંગ

સામગ્રી:

૨૫૦ ગ્રામ મેંદો
૧૩૦ થી ૧૪૦ ગ્રામ ખાંડ
૧ ટેબલ સ્પૂન તલ
૧૫૦ ગ્રામ ઘી (તળવા માટે)
૪ ટેબલ સ્પૂન ઘી (મણ માટે)
૧૦૦ મિલી લીટર પાણી અથવા દૂધ
૧ ટી સ્પૂન એલચી પાવડર (નાખવો હોય તો)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌપ્રથમ ખાંડને ૧૦૦ મીલી પાણીમાં થોડી ગરમ કરો.

૨ ) એક વાસણમાં મેંદાના લોટને ચાળી લો.

૩ ) તેમા ઘી નાખીને લોટને સારી રીતે મિક્સ કરો તેમાં તલ તથા એલચી પાવડર નાખી હલાવી લો.

૪ ) તૈયાર કરેલા મેંદાના લોટને ખાંડના ઠંડા પડેલા પાણીથી કઠણ લોટ બાંધો.

૫ ) ૨૦ થી ૩૦ મિનિટ થોડો ઘી વાળો કરીને સારી રીતે મસળી (કુટી)લો અને સુવાળો કરો.

૬ ) તૈયાર કરેલા લોટમાંથી નાના લુવા બનાવી પાતળી પુરી વણી લો.

૭ ) બધી જ પુરી વણાય જાય પછી ઘીને એક વાસણમાં ગરમ મુકો. ઘી ગરમ થઇ જાય પછી ગેસની આંચને ધીમી કરી પુરીને આછા ગુલાબી કે સફે...દ રંગની કડક પુરી તળી લો.

નોંધ:
૧ ) પુરીને વણીને એક વાસણમાં છુટ્ટી છુટ્ટી રાખવી છુટ્ટી રાખવાથી પુરી કડક થશે.
૨ ) લોટ બાંધવા થોડું પાણી ઓછું પડે તો બીજુ સાદુ પાણી ઉમેરી દેવુ.

Kaywords: સુંવાળી, Suvali Recipe in Gujarati, Suvari, Sweet Farsi Puri, Kharkhariya, Meethi Farsi Puri

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ઘુઘરા

ઘુઘરા

સુરતી ઘારી

સુરતી ઘારી

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

કંસાર | લાપસી

કંસાર | લાપસી

ચીઝ-કોબી પરાઠા

ચીઝ-કોબી પરાઠા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 સુંવાળી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: