Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

પાલક પરોઠા

  32  |  2183 Views

મુખ્ય ભોજન, નાસ્તો વાનગી: પંજાબી

પાલક પરોઠા

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૭ થી ૮ નંગ

સામગ્રી:

૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ
૧૦૦ ગ્રામ મેંદા નો લોટ
૧૦૦ ગ્રામ દહી
૨ થી ૩ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
૧ ટેબલ સ્પૂન મરી પાઉડર
૩ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ટેબલ સ્પૂન જીરું
૧૦૦ થી ૧૫૦ ગ્રામ પાલક (નાના પાન)
સ્વાદ મુજબ મીઠું
૫૦ ગ્રામ ઘી/તેલ ( પરોઠા શેકવા માટે)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ પાલકના પાન જીણા સમારી ને ધોઈ લો.

૨ ) ધોએલા પાલકના પાન ને એક ચારણી/વાસણમાં નીતરી લો.

૩ ) એક વાસણમાં ઘઉં તેમજ મેંદાના લોટ ચાળીને મિક્સ કરી લો.

૪ ) હવે લોટમાં ૧ ટેબલ સ્પૂન તેલ ઉમેરી એકરસ કરી, લોટમાં મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું, આદું-મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવી લો.

૫ ) લોટ માં મસાલો એક રસ થયા બાદ તેમાં પાલકના પાન ઉમેરી દહી ઉમેરી લોટને એકરસ કરી લોટ બાંધી લો. (લોટમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવું, રોટલીના લોટ કરતા લોટ થોડો કઠણ રાખવો)

૬ ) બાંધેલા લોટને મલમલના સફેદ કપડાંમાં વીટી ને ઢાંકીને ૩૦ મિનિટ માટે ...એક તરફ રાખી દો.

૭ ) ગેસની મધ્યમ આંચ પર નોનસ્ટિક ગરમ મૂકો.

૮ ) બીજી તરફ બાંધેલા લોટના મધ્યમ કદના લુવા બનાવી લો, થોડો કોરો ઘઉંનો લોટ છાંટી પરોઠા વણી લો.

૯ ) વણેલા પરોઠાને નૉનસ્ટિક પર પરોઠાને બંને તરફ કોરા સેકી લો ત્યારબાદ પરોઠા પર થોડું ઘી/તેલ લગાવી પરોઠાને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સેકી લો. તૈયાર છે ગરમાં- ગરમ પાલક ના પરોઠા.

૧૦ ) પરોઠા ને દહી,ચટણી,સોસ સાથે સર્વ કરો.

Kaywords: પાલક પરોઠા, Palak Paratha Recipe in Gujarati, Spinach Paratha, Spinach Flatbread, Punjabi Palak Paratha, Healthy Palak Paratha

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ચીઝ-કોબી પરાઠા

ચીઝ-કોબી પરાઠા

લચ્છા પરાઠા

લચ્છા પરાઠા

લીલા વટાણા ની બરફી

લીલા વટાણા ની બરફી

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

કાચી કેરીનુ શાક

કાચી કેરીનુ શાક

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 પાલક પરોઠા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: