ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન, શાક
બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે
કાચી કેરી -૨૫૦ ગ્રામ | |
ગોળ -૪૦૦ ગ્રામ | |
તેલ-૧ ટેબલ સ્પૂન | |
જીરું- ૧ ટી સ્પૂન | |
મરચું -૧ ટી સ્પૂન | |
ધાનજીરુ – ૧ ટી સ્પૂન | |
હળદર-૧ ટી સ્પૂન | |
પાણી -૧૫૦ મિલી | |
હિંગ -૧ ટી સ્પૂન |
૧ ) સૌ પ્રથમ કેરી ની છાલ ઉતારી સમારી લો.
૨ ) એક પેન મા ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મુકો.
૩ ) ગરમ થયેલા તેલ મા ૧ ટી સ્પૂન જીરું નાખી, તેમા હળદર,મરચું, હિંગ, ધાનજીરુ ઉમેરી એકરસ થાય ત્યા સુધી હલાવો
૪ ) હવે તેમા સમારેલી કાચી કેરી ઉમેરી મિશ્રણ ને થોડુ હલાવી ગોળ ઉમેરો.
૫ ) ગેસ ની મધ્યમ આંચ પર કેરી ને થોડી વાર ચડવા દો.
૭ ) શાક ઘટ્ટ થાઇ ત્યા સુધી ચડવા દેવુ. ત્યાર બાદ શાક ને ચેક કરી લેવુ. કાચી કેરી નુ શાક તૈયાર.
નોંધ:... કાચી કેરી ના શાક ને કાચ ના પાત્ર મા ભરી અઠવાડીયા સુધી ફ્રીઝ મા રાખી ઉપયોગ મા લઇ શકય.
Kaywords: કાચી કેરીનુ શાક, Raw Mango Curry Recipe in Gujarati, Vegan Mango Curry, Raw Mango SabjiFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 કાચી કેરીનુ શાક ને રેટિંગ આપવા બદલ આભાર.