ફરાળી, ફ્યુઝન વાનગી: નાસ્તો, મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૮ થી ૧૦ સ્મોલ સાઇઝ પીઝા
પિઝાના રોટલા બનાવવાની રીત:
૧ ) રાજગરાનો તથા સિંગોડાનો લોટમાં ૧/૨ ટેબલ સ્પૂન તેલનું મણ તથા મીંઠુ નાખીને લોટને એકરસ કરી લો.
૨ ) ત્યાર બાદ હુફાળા પાણીથી થોડો કઠણ લોટ બાંધી લો.
૩ ) બાંધીલા લોટમાં પરોઠાથી થોડા વધુ જાડા રોટલા વણી લો.
૪ ) રોટલો વણાય ગયા પછી થોડા થોડા અંતરે કાણા પાડી લો. જેથી રોટલો વધુ સારી રીતે શેકાય જાય.
૫ ) રોટલાને ધીમી આંચે કડક શેકી લો.
પિઝાની ગ્રેવી માટેની રીત:
૧ ) સૌપ્રથમ બટેકાને બાફીને માવો કરો અને ટમેટાને ક્રસ કરી પલ કાઢો, બટેકાના માવાને તથા ટમેટાના પલને મિકસ કરો.
૨ ) એક વાસણ...માં ૧ ટેબલ સ્પૂન તેલ મુકી તેમાં ૧/૪ સ્પૂન ટેબલ સ્પૂન જીરૂ નાખી ગરમ કરો.
૩ ) તેલ ગમ થઇ ગયા બાદ તેમાં ટમેટા બટેકાનો એકરસ કરેલો પલ નાખો. તે પલમાં તજ પાવડર, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચા પાવડર, સ્વાદ મુજબ મીંઠુ નાખીને હલાવી લો.
૪ ) ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મુકો, ૫ મિનિટ બાદ તેમાં ખાંડ નાખીને હલાવો.
૫ ) ગેસની મધ્યમ આંચે ગ્રેવીને ઘટ્ટ થવા દો. ગ્રેવી ઘટ્ટ થઇ ગયા પછી તેને એક તરફ રાખી દો.
નોંધ:
૧ ) ગ્રેવીના વાસણને ઢાંકવું નહી.
૨ ) ગ્રેવીમાં પાણી ન રહે તે ખાસ જોવું.
પિઝા બનાવવાની રીત:
૧ ) સૌપ્રથમ ફરાળી પિઝાના રોટલા ઉપર ટમેટા બટેકાની ગ્રેવી પાથરો.
૨ ) તેના ઉપર છીણેલી કાકડી અને ગાજરને પાથરી દો. તેના ઉપર નાના ટુકડા કરેલા કેપ્સીકમ છુટ્ટા છુટ્ટા મુકો. તેના ઉપર સ્વાદ મુજબ ચીઝ ખમણી લો.
૩ ) ત્યાર બાદ પિઝાના રોટલાને નોર્મલ ટેમ્પરેચર O.T.G કે માઇક્રોવેવમાં ૩ થી ૫ મિનિટ માટે શેકી લો.
Kaywords: ફરાળી પિઝા, Farali Pizza Recipe in Gujarati, Falhari Pizza, Fasting Pizza
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી પિઝા ને રેટિંગ આપવા બદલ આભાર.
❝Its perfectly explained recipe, I was looking from this from really long time as my son wants pizza and all even in month of Shravan.❞ by Rashmika Sharma on 13-07-2022 11:07 PM