ફરાળી, ફ્યુઝન વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ
૫૦૦ ગ્રામ શિંગદાણા | |
૩૦૦ ગ્રામ બુરૂ ખાંડ (દળેલી ખાંડ) | |
૩ થી ૪ ટેબલ સ્પુન દૂધ | |
૧/૨ ટેબલ સ્પૂન એલચી પાવડર (નાખવો હોય તો) |
૧ ) શિંગદાણાને ગેસની ધીમી આંચે શેકી લો.
૨ ) શિંગદાણા થોડા ઠરે એટલે ફોતરા ઉતારી લો.
૩ ) શિંગદાણાને મિક્સરમાં ક્રસ કરી લો.
૪ ) ક્રસ કરેલા શિંગદાણાના પાવડરમાં બુરૂ ખાંડ મિક્સ કરો.તેમાં એલચી પાવડર મિક્સ કરો.તેમાં જોઇતા પ્રમાણમાં દૂધ લઇ મધ્યમથી થોડો કડક રોટલો વણતા ફાવે તે પ્રમાણે લોટ બાંધો.
૫ ) પાટલી ઉપર પ્લાસટિક પાથરીને લોટમાંથી લુવા બનાવી રોટલો વણો.
૭ ) કૂકીઝ ઓટીજીમાં(OTG) ૩ મિનિટ માટે ટ્રેમાં મુકી ગરમ કરો અને ફેરવતા રહો કૂકીઝનો કલર ગુલાબ...ી થાય એટલે કાઢી લો.
૮ ) આ રીતે બાકી વધેલા લોટમાંથી કૂકીઝ બનાવી લો.
નોંધ:
ઓટીજી ના હોય તો નોન સ્ટીક લોઢી ઉપર ધીમા તાપે કૂકીઝને ફેરવતા રહી શેકી શકાય.
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી કૂકીઝ ને રેટિંગ આપવા બદલ આભાર.