ફ્યુઝન વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: 20 થી 30 મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: 4 થી 5 વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ બટેકા ની છાલ ઉતારી તેના મધ્યમ કદ ના ટુકડા કરી લો.
૨ ) એક બાઉલ માં પાણી ભરી તેમ થોડું મીઠું ઉમેરી સમરેલ બટેકા તેમાં ઉમેરી દો ત્યારબાદ બટેકા ને અધકચરા બાફી લો.
૩ ) બટેકા બફાઈ જાઈ ત્યારબાદ તેને ચારણી માં નાખી પાણી નિતારી ઠંડા થવા રાખી દો.
૪ ) એક વાસણ માં મેંદા નો લોટ,ચોખા નો લોટ તેમજ કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી લો ત્યાર baad તેમાં ૧ ટેબલ સ્પૂન લાલ મરચાં નો પાઉડર,૨ ટેબલ સ્પૂન આદું-મરચાં ની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું ઉમેરી તેમાં થોડું થોડું પાણી ઉમેરી ભજીયા જેવુ દોવણ તૈયાર કરી લો અને એક તરફ રાખી દો .
૫ ) એક પણ ને ગેસ ની મ...ધ્યમ આંચ પર ગરમ કરી તેમ તેલ ઉમેરી દો. તેલ સરખું ગરમ કરી લેવું.
૬ ) હવે તૈયાર કરેલ દોવણ માં ઠંડા કરેલ બટેકા ને એક એક ઉમેરી ભજીયા ની માફક તડી લો.(બધાજ બટેકા એક સાથે દોવણ માં નાખી તડવા નહી) તેલ ને એક તરફ રાખી દો
૭ ) હવે તડેલાં બટેકા ને એક તરફ રાખી દો.
૮ ) ડુંગળી ની ઝીણી સમારી લો તેમજ લસણ ની કળી ને વાટી લો.
૯ ) એક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી તેમાં ૨ થી ૩ ટેબલ સ્પૂન તેલ ઉમેરી ગરમ થવા દો ત્યાર બાદ તેમાં ૧/૨ ટેબલ સ્પૂન હિંગ ઉમેરી વઘાર કરી લો.
૧૦ ) વઘાર કર્યા બાદ તેમાં ઝીણી સમરેલ ડુંગળી તેમજ વાટેલ લસણ ઉમેરી આછા ગુલાબે રંગ ના બને ત્યાં સુધી સાતડી લો ત્યાર બાદ તેમાં ૪ થી ૫ ટેબલ સ્પૂન ટામેટાં નો ચીલી સ્પૂન આદું-મરચાં ની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું ૨ થી ૩ મિનિટ સાતડી લો મિશ્રણ તૈયાર કરી લો(ગેસ ને ધીમી આંચ પર કરી દો)
૧૧ ) એક તરફ રાખેલ તેલ ની ફરી થી ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી ફરે સરખું ગરમ કરી લો ત્યાર બાદ તેમાં તડી ને એક તરફ રાખેલા બટેકા ને ફરી તડી લો ત્યાર બાદ બટેકા ને બીજી તરફ તૈયાર કરેલ મિશ્રણ માં ઉમેરતા જાવ અને હળવા હાથે હલાવતા રહવું,( આવી રીતે બધાજ બટેકાતડતા જવું અને ઉમેરતા જવું)
૧૨ ) બધાજ બટેકા મિશ્રણ માં ઉમેરાઈ ત્યાર બાદ ગેસ ની મધ્યમ આંચ ઓર થોડી વાર માટે રાખી દો આની હકવા હાથે હલાવી બરાબર મિક્સ કરી લો,
૧૩ ) તૈયાર છે ગરમા-ગરમ ડ્રાય બટેક ના મન્ચુરિયન. સોસ સાધ સર્વ કરો.
ગ્રેવીવાળા મન્ચુરિયન બનાવા માટે ૧.૫ ટેબલ સ્પૂન કોર્નફ્લોરને થોડા પાણી માં ઉમેરી કાલવી લો.( એક પણ ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખવું) કાલવેલ કોર્નફ્લોર ને તૈયાર કરેલ ડુંગળી વાળા મિશ્રમ માં ઉમેરી ધીમે-ધીમે હલાવતા જાવ થોડુ ઘટ્ટ થવા દેવું તૈયાર છે ગ્રેવી હવે તેમાં ફ્રાય કરેલ બટેકા ઉમેરી દો અને થોડી વાર ગેસ ની મધ્યમ આચ પર રાખી દો. તૈયાર છે ગ્રેવી બટાકા મન્ચુરિયન.
Kaywords: પોટેટો મન્ચુરિયન (બટેકાના મન્ચુરિયન), Potato Manchurian Recipe in Gujarati, Aloo Manchurian, Crispy Potato Manchurian
For Queen's Kitchen, Recipe by: Ishita Pandya
For Queen's KitchenRecipe by: Ishita Pandya
🙂 પોટેટો મન્ચુરિયન (બટેકાના મન્ચુરિયન) ને રેટિંગ આપવા બદલ આભાર.