ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો, ફરસાણ
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૦ થી ૧૨ નંગ
૧ ) સૌપ્રથમ અળવીના પાંદડાની નસોને સાચવીને ચપ્પુ વડે કાઢી લેવી. પાંદડાને ધોઇ સારી રીતે લુછી લેવા. પાંદડાને એક તરફ રાખી લો.
૨ ) શિંગોડાનો લોટને ચાળી તેમાં લાલ મરચા પાવડર, ખાંડ, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ,
અથવા દહીં ) એક ટેબલ સ્પૂન તેલ, તજ-લવિંગનો ભુક્કો, સ્વાદ મુજબ મીંઠુ તથા પાણી નાખીને પાંદડા પર લગાવાય તેવું જાડુ ખીરુ બનાવવું.
૩ ) એક અળવીના સાફ કરેલા પાંદડા ઉપર શિંગોડાના લોટનું બનાવેલું ખીરુ લગાવવુ. બીજુ પાન લઇ તેને ખીરુ લગાવેલા પાન ઉપર ઉંધુ મુકી એના ઉપર લગાવવું આવી રીતે ૩ થી ૪ પાન એકબીજા ઉપર મુકવા.
૪ ) ખીરુ પાથરેલાં પાનનો ગોળ વિંટો... વાલવો અને આ વિંટાને વરાળે ૧૫ થી ૨૦ મિનિટ બાફવા. નોંધ:- સરખા બફાઇ ગયા બાદ પાંદડનો કલર બદલાઇ જશે અને નરમ થઇ જશે.
૫ ) બફાઇ ગયેલા પાંદડાના વિંટા ઠરી જાય પછી તેના ટુકડા કરી લેવા.
૬ ) પછી એક કડાઇમાં ૩ ટેબલ સ્પૂન તેલ લઇને ગરમ કરવા મુકો. તેમાં જીરૂ નાખો. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં તલ નાખી સમારેલા પાત્રા નાખો અને ગેસની ધીમી આંચે હળવા હાથે હલાવીને પાત્રાને થોડા કડક કરો.
૭ ) પાત્રા ઉપર કોપરાનું છીણ તથા કોથમીર નાખીને હલાવી લો.
Kaywords: ફરાળી પાત્રા, Farali Patra Recipe in Gujarati, Falahari Patra, Farali Paatra
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી પાત્રા ને રેટિંગ આપવા બદલ આભાર.