ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો, ફરસાણ
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ
૩૦૦ ગ્રામ રાજગરાનો લોટ | |
૨૫૦ ગ્રામ સિંગોડાનો લોટ | |
૨ નંગ બાફેલા બટેકા | |
૩ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ | |
દોઢ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર | |
દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરૂનો પાવડર | |
૨ થી ૩ ટેબલ સ્પૂન જીણા સમારેલા લીલા ધાણા | |
૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા | |
તળવા માટે તેલ | |
૨ નંગ કેપ્સીકમ મરચા | |
સ્વાદ પ્રમાણે મીઠુ |
૧ ) સૌપ્રથમ બટેકાની છાલ ઉતારીને બારીક ટુકડા કરો તેને મીંઠુ નાખેલા ગરમ પાણીમાં અધકચરા બાફી લો.
૨ ) અધકચરા બફાઇ ગયેલા બટાકામાંથી પાણી નિતારી એક તરફ મુકો. અને કેપ્સીકમ મરચાના નાના ટુક્ડા કરો.
૩ ) એક વાસણમાં રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, બાફેલા બટાકાના ટુકડા, કેપ્સીકમ મરચાના ટુકડા, આદુ મરચાની પેસ્ટ, લીલા ધાણા, લાલ મરચું, ધાણાજીરૂ પાવડર, ૧/૪ ટેબલ સ્પૂન સાજીના ફુલ, તથા સ્વાદ મુજબ મીંઠુ નાખી બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરો.
૪ ) મિશ્રણ ભજીયા ઉતરે એટલુ ઘટ્ટ થાય ત્યાં સુધી પાણી ઉમેરો.
૫ ) બીજી તરફ તળવા માટે ગેસની ઊંચી આંચે તેલ ગરમ... કરો.
૬ ) તેલ તળવા માટે ગરમ થઇ જાય એટલે તેમાંથી બે થી ત્રણ ટેબલ સ્પૂન ગરમ તેલ લઇ ભજીયાના મિક્સરમાં નાખીને બરાબર હલાવી લો.
૭ ) ઊંચી આંચે ગરમ થયેલા તેલમાં મધ્યમ કદના ભજીયા પાડો. અને ગેસને પછી મધ્યમ આંચે કરી દો, ભજીયા ગુલાબી રંગના થાય એટલે ઉતારી લો.
૮ ) ગરમા ગરમ ફરાળી ભજીયા તૈયાર.
Kaywords: ફરાળી ભજીયા, Farali Bhajiya Recipe in Gujarati, Falahari Bhajiya
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી ભજીયા ને રેટિંગ આપવા બદલ આભાર.