ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૬ થી ૭ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) ( પુર્વ તૈયારી) સૌપ્રથમ ૧૦૦ ગ્રામ શિંગદાણાનો મીઠવાળા ઉકળતા પાણીમાં ૬ થી ૭ કલાક પલાળી લો.
૨ ) પલાળેલા શિંગદાણાને ૫ થી ૬ સીટી વગાડી કુકરમાં બાફી લો.
૩ ) શિંગદાણા બફાઇ ગયા બાદ એક મોટી કડાઇમાં એક ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં જીરૂ નાખીને વઘાર માટે ગરમ મુકો. વઘાર આવી જાય એટલે તેમાં બાફેલા શિંગદાણા, પાણી તથા શિંગદાણાનો ભુક્કો નાખીને ગેસની ઊચી આંચે ઉકળવા મુકો.
૪ ) પાંચ મિનિટ બાદ તેમાં દોઢ ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર, ૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, આમચુર પાવડર, ગોળ, થોડી કોથમીર અને સ્વાદ મુજબ મીંઠુ નાખીને મિશ્રણને બરાબર હલાવી લો.
૫ ) થોડુ ઘ...ટ્ટ થાય ત્યાં સુધી ગેસની મધ્યમ આંચે ઉકળવા દો.
૬ ) બટાકાને બાફીને છુદ્દીને માવો બનાવો.
૭ ) માવામાં ૩ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ તથા સ્વાદ મુજબ મીંઠુ નાખીને માવાને મિક્સ કરી લો.
૮ ) માવાની ગોળ ચપટી મધ્યમ સાઇઝની ટીક્કી બનાવો.
૯ ) ટીક્કીને તેલમાં બોળીને લોઢી ઉપર મુકી બન્ને બાજુએથી ગુલાબી કલરની શેકો.
ડીસ તૈયાર કરવા માટે:એક ડીસમાં પેટીસ મુકી તેના ઉપર શિંગદાણાનો બનાવેલો રગડો અને ખજૂર, ફુદીનાની ચટણી તથા રાજગરાની સેવ નાખો. તેના ઉપર જીણી સમારેલી કોથમીર નાખીને સજાવો.
રાજગરાની સેવ બનાવવાની રીત માટે અહી click કરો
નોંધ:
આમચુર પાવડરની બદલે ૧૦૦ ગ્રામ ઓછુ ખાટુ દહીં પણ લઇ શકાય.
ટીક્કીને સીધી તેલમાં તળી શકાય.
રગદાનો કલર લાવવા થોડુ બીસીને નખાય.
Kaywords: ફરાળી રગડા પેટીસ, Farali Ragda Pattice Recipe in Gujarati, Farali Ragda Petis, Falahari Ragda Pattice
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી રગડા પેટીસ ને રેટિંગ આપવા બદલ આભાર.