ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો, મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧ કલાક
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે
૧ ) સૌપ્રથમ સાબુદાણાને ૫૦૦ મિ.લી.પાણીમાં પલાળી લો, સાબુદાણા પલળીને પોચા થઇ જાય એટલે સાબુદાણાનું પાણી એક ચારણીથી નિતારી લો. પછી સાબુદાણાને એક જાડા કપડામાં પહોળા કરી કોરા કરવા મુકો.
નોંધ:- પુર્વ તૈયારી અને રસો વચ્ચે લાંબો સમય હોય યો સાબુદાણાને એક વાસણમાં ઢાંકીને મુકી દો.
૨ ) બટાકાને બાફીને છાલ ઉતારીને નાના ટુકડા કરો.
૩) શીંગદાણાને શેકીને અધકચરા મિક્સરમાં વાટી લો.
૪ ) એક વાસણમાં ધીમી આંચે વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં ૧ ટેબલ સ્પૂન જીરૂ નાખો. જીરાનો વઘાર આવી જાય એટલે એમાં મરચાના ટુકડા નાખો.મીંઠા લીમડાના પત્તા તથા આદુ નાખો.
૫ ...) વઘાર આવી ગયા પછી તેમાં સમારેલા બટાકાના ટુકડા નાખો. અને હલાવી લો. ગેસને બંધ કરી દો. પછી તેમાં સાબુદાણા તથા શીંગનો ભુક્કો નાખો, સ્વાદ મુજબ મીંઠુ, લીંબુનો રસ, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, ખાંડ, જીણી સમારેલી કોથમીર નાખો.
૬ ) ત્યાર બાદ બધી જ વસ્તુઓને સરખી રીતે હલાવી ખીચડી ઉપર મસાલો ચડી જાય, ત્યાર બાદ ગેસની ધીમી આંચે ખીચડીને મુકી હળવા હાથે હલાવો. જેથી ખીચડીમાં મસાલો સરસ રીતે ભળી જાય. પાંચ મિનિટ ખીચડીને ગેસની ધીમી આંચે રાખીને ગેસને બંધ કરો.
૭ ) પછી ખીચડીને પાંચ થી દસ મિનિટ ઢાંકીને રાખો.
૮ ) ખીચડીને દહીં સાથે પીરસી શકાય.
advertisement
Kaywords: સાબુદાણા ખીચડી, Sabudana Khichdi Recipe in Gujarati, Maharashtrian Sabudana Khichdi, Sabudana khichri
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 સાબુદાણા ખીચડી ને રેટિંગ આપવા બદલ આભાર.