નાસ્તો, મિઠાઇ, કેક અને મફિન વાનગી: ફરાળી
બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૧૦ થી ૧૨ નંગ
૧૦૦ ગ્રામ રાજગરાનો લોટ | |
૫૦ ગ્રામ ખાંડ | |
૧૦૦ ગ્રામ મીઠાવાળું માખણ | |
૫૦ ગ્રામ મિલ્ક પાવડર | |
૧ ટી સ્પૂન બેકિંગ પાવડર | |
૧/૨ ટી સ્પૂન સાજીના ફુલ | |
૨ ટીપા (ડ્રોપ્સ) વેનિલા એસેન્સ | |
૩ થી ૪ ટેબલ સ્પૂન ચોકલેટ ડ્રિકંસ (નાખવા હોય તો) | |
૫૦ થી ૭૫ મિલી દૂધ | |
૧ ટેબલ સ્પૂન ચોકલેટ ચિપ્સ (નાખવી હોય તો) |
સાધનો: કેક મોલ્ડ અને ઓ.ટી.જી (બેકિંગ માટે)
1) સૌપ્રથમ ૧૦૦ ગ્રામ રાજગરાના લોટમાં ૧/૨ ટી સ્પૂન સાજીના ફુલ તથા ૧ ટી સ્પૂન બેકિંગ પાવડર નાખી ચારણીથી ચાળી લો.
2) ત્યાર બાદ ૧૦૦ ગ્રામ માખણ લઇ તેને ઢીલુ કરી તેમાં થોડો થોડો રાજગરાનો લોટ ઉમેરતા જઇ સારી રીતે મિક્સ કરો.
3) માખણ અને લોટને મિક્સ કર્યા બાદ તેમાં ૫૦ ગ્રામ ખાંડ,૫૦ ગ્રામ મિલ્ક પાવડર, ૫૦ થી ૭૫ મિલી દૂધ, ૨ ટીપા (ડ્રોપ્સ) વેનિલા એસેન્સ નાખીને રાજગરાના લોટને બરાબર ફેટી લો (જો ચોકલેટ ડ્રીકંસ નાખવું હોય તો સાથે જ નાખી દો)
4) ઉપરની બધી જ વસ્તુઓ બરાબર ફેતાઇ જાય એટલે તેને જે આકાર આપવો હોય તે આકારનો ...મોલ્ડમાં બટર લગાવી અડધુ ભરો (જો ચોકલેટ ચિપ્સ નાખવી હોય તો ઉપર છુટ્ટી છુટ્ટી ભભરાવી દો.)
5) મોલ્ડને ઓ.ટી.જી માં ૧૩૦ ડીગ્રી ટેમ્પેરેચર ઉપર ૨૦ મિનિટ બેક કરવા મુકો.
6) ૨૦ મિનિટ પછી મફીનમાં ટુથપીક નાખવી, જો ટુથપીક કાઢતા તેના પર થોડુ મફીન ચોટે તો તેને ફરી થોડા સમય માટે બેક કરવું.
7) મફીન બરાબર બની જાય એટલે એને મોલ્ડમાંથી કાઢી લો.
નોધ: લાંબો સમય સાચવવા ફ્રિઝમાં રાખો.
Kaywords: ફરાળી મફીન્સ, Farali Muffins Recipe in Gujarati, Falahari Muffins, Muffins for Fasting, Rajgira Muffins, Amaranth Muffins, Rajagara Muffins
For Queen's Kitchen, Recipe by: Ishita Pandya
For Queen's KitchenRecipe by: Ishita Pandya
🙂 ફરાળી મફીન્સ ને રેટિંગ આપવા બદલ આભાર.