ફરાળી, ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ
૧) બટેકાના નાના ટુકડા કરો.
૨) મોરૈયાને ધોઇ ૧૦ થી ૧૫ મિનિટ પાણીમાં પલાળી લો.
૩) એક વાસણમાં ૨ ટેબલ સ્પુન તેલ વધાર માટે ગેસની ધીમી આંચે ગરમ મુકો.તેમાં ૧ ટેબલ સ્પુન જીરું નાખો. (વઘાર માટે)
૪) વઘાર આવી ગયા બાદ તેમાં લીલા મરચાના ટુકડા તથા ૪ થી ૫ પાન મીઠા લીમડાના પાન નાખો. પછી તેમાં ટુકડા કરેલા બટેકા નાખો. બે થી ત્રણ મિનિટ તેને તેલમાં સાંતળો.ત્યારબાદ તેમાં૬૦૦ થી ૭૦૦ મિલિ.પાણી નાખો.
૫) પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં મોરૈયો તથા શિંગદાણાનો અધકચરો ભુક્કો,સ્વાદ મુજબ મીઠું,આદુની પેસ્ટ,લાલ મરચાનો પાવડર, ૧ ટેબલ સ્પુન કોથમીર નાખો.
...૬) ગેસની ધીમી આંચ ઉપર મુકી,થોડી થોડી વારે હલાવતા રહો.જેથે વાસણમાં ચોટી ન જાય. ખીચડી થોડી ઢીલી રાખો.
૭) મોરૈયો ચડી જાય પછી ગેસને બંધ કરી દો. મોરૈયો ખીચડીને ગરમ ગરમ ફરાળી કઢી અથવા દહીં સાથે પીરસો.
નોંધ: જમવાને વાર હોયતો ખીચડીને થોડી ઢીલી રાખવી જેથી ખાતી વખતે કથણ ના થઇ જાય.
Kaywords: મોરૈયાની ખીચડી, Moraiya Khichdi Recipe in Gujarati, Farali Khichdi, Moraiyo Khichadi, Sama Ki Khichdi, Moraiya Aloo Farali Khichdi, Mordhan Khichdi
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 મોરૈયાની ખીચડી ને રેટિંગ આપવા બદલ આભાર.