Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

રાજગરાની કઢી

  32  |  2290 Views

ફરાળી, ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન

રાજગરાની કઢી

બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ

સામગ્રી:

૨૦૦ ગ્રામ ખાટું દહીં અથવા ૫૦૦ મિલિ ખાટી છાસ
૨૫ ગ્રામ રાજગરાનો લોટ
૩ ટેબલ સ્પુન શેકેલા શિંગદાણાનો ભુક્કો
૧ ટેબલ સ્પુન વાટેલા અદુ મરચાની પેસ્ટ
૧ ટેબલ સ્પુન જીરું
૧ થી ૨ ટેબલ સ્પુન ખાંડ
૧/૪ ટેબલ સ્પુન લાલ મરચાનો પાવડર
૧/૪ ટેબલ સ્પુન તજ-લવિંગનો પાવડર
૫ થી ૬ મીઠા લીમડાના પત્તા (કરીપત્તા)
૧ ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર
૧ ટેબલ સ્પુન વઘાર માટે ઘી
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) સૌપ્રથમ તમે દહી લીધુ હોય તો તેની છાસ બનાવો.

૨) છાસમાં ૨૫ ગ્રામ રાજગરાનો લોટ તથા ૩ ટેબલ સ્પુન શિંગદાણાનો ભુક્કો (પાવડર) નાખો. અને સરખી રીતે હલાવીને એકરસ અકરો.

૩) હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,ખાંડ,લાલ મરચાનો પાવડર,આદુ મરચાની પેસ્ટ,૫ થી ૬ મીઠા લીમડાના પત્તા,૧ ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર નાખો અને ચમચાથી હલાવી લો.

૪) એક નાના વાસણમાં વઘાર માટે ૧ ટેબલ સ્પુન ઘી લઇ તેમાં ૧ ટેબલ સ્પુન જીરું નાખી વઘાર લાવો, વઘાર આવી જાય (જીરૂ ઉપર આવે) એટલે વઘારને મિક્સ કરેલી કઢીમાં નાખો.

૫) ધીમી આંચે કઢીને ૩ થી ૪ ઉભરા આવે ત્યાં સુધી કઢીને ... ઉકાળો અને સતત હલાવતા રહો.કઢી ઉકળી રહે એટલે ઉતારી લો.

૬) ફરાળી કઢી મોરૈયાની ખીચડી જોડે સ્વાદિષ્ટ લાગશે.

નોંધ: રાજગરાના લોટને બદલે શિંગોડાનો લોટ પણ વાપરી શકાય.

Kaywords: રાજગરાની કઢી, Rajgira Kadhi Recipe in Gujarati, Farali Kadhi, Amaranth Kadhi, Ramdana Kadhi, Fasting Kadhi, Vrat Ki Kadhi

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

મોરૈયાની ખીચડી

મોરૈયાની ખીચડી

સાબુદાણા ખીચડી

સાબુદાણા ખીચડી

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

સાબુદાણાના વડા

સાબુદાણાના વડા

શક્કરિયાની ખીર

શક્કરિયાની ખીર

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 રાજગરાની કઢી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: