પ્રસાદ, ડેઝર્ટ વાનગી: મીઠાઇ
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ માટે
500 મિલી દૂધ | |
125 ગ્રામ ખડિ સાકર | |
૩ થી ૪ નંગ બદામનું કતરણ | |
૩ થી ૪ નંગ કાજુની કતરણ | |
૩ થી ૪ નંગ પીસ્તા ની કતરણ | |
૪ થી ૫ નંગ ઈલાયચી કતરણ | |
૫ થી ૭ કેસર ના તાતણા | |
50 ગ્રામ પૌવા |
૧) સૌપ્રથમ કેસરના તાંતણા ને એક વાટકીમાં થોડું હૂંફાળું દૂધ લઈ પલાડી દો
૨) એક વાસણમાં 500 મિલી દૂધ કાઢી ગેસની મધ્યમ આંચ પર ગરમ મૂકો.
૩) દૂધમાં સાકર નાખી દસ મિનિટ સુધી દૂધને ઉકાળી લો ત્યારબાદ દૂધમાં પલાળેલું કેસર ઉમેરી દો.
૪) હવે ઉકાળેલું દૂધ માં બદામ, પિસ્તા ,કાજૂનું કતરણ તેમજ ઈલાયચી પાવડર ઉમેરી દૂધને 10 મિનીટ સુધી ગેસની મધ્યમ આંચ પર ગરમ કરો, દૂધ થોડું ઘટ્ટ થાય ત્યારબાદ ગેસ બંધ કરી દો. (થોડી થોડી વાર દૂધને ચમચા વડે હલાવતા રહો જેથી દૂધ નીચે બેસી ન જાય)
૫) પૌવા ને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ પલાળી દો.
૬) હવે દૂધ જ્યારે... નવશેકુ ગરમ હોય (હૂંફાળું હોય) ત્યારે તેમાં પલાળેલા પૌવા ઉમેરી એક રસ બને તે રીતે હળવા હાથે હલાવો.
૭) દુધ પૌઆ ને ચારણી ઢાંકી અથવા ઝીણું સફેદ કપડું ઢાંકી બાંધી દો ત્યારબાદ ચંદ્રમાની પ્રકાશમાં બેથી ત્રણ કલાક માટે રાખી દો ત્યારબાદ ખાવા માટે દૂધ પૌઆ ઉપયોગમાં લઈ શકાય. તૈયાર છે દૂધ પૌવા
નોંધ:
૧) ઘડપણમાં સ્વાદ અનુસાર સાકર અથવા ખાંડનું પ્રમાણ વધારે ઓછું કરી શકાય. ૨) પૌવા નું પ્રમાણ પણ સ્વાદની પસંદગી પ્રમાણે ફેરફાર કરી શકાય
ચંદ્રમાના પ્રકાશ માં મુકેલા દૂધ પૌવા ખાવાથી શરીરમાં શીતળતા મળે છે
Kaywords: દૂધ પૌવા (શરદ પૂનમ માટે), Doodh Poha Recipe in Gujarati, Dudh Poha, Sharad Purnima Doodh Poha, Sharad Punam Dudh Pauva
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 દૂધ પૌવા (શરદ પૂનમ માટે) ને રેટિંગ આપવા બદલ આભાર.