ફરાળી, ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧) બટેકાને બાફી લો, બટેકા ઠરી જાય પછી છાલ ઉતારીને મધ્યમ કદના ટુકડા કરો.
૨) ગેસની મધ્યમ આંચે એક કડાઇમાં ૨ ટેબલ સ્પુન તેલ ગરમ કરો. તેમાં ૧/૨ ટેબલ સ્પુન જીરુ, ૧ ટેબલ સ્પુન તલ, કાપેલા ત્રણથી ચાર મરચા,૫ થી ૬ નંગ કરી પત્તા નાખો. (વધાર માટે)
૩) વધાર આવી ગયા બાદ તેમાં સમારેલા બટેકા નાખો. બટાકાની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું, ૧/૨ લાલ મરચા પાવડર,ખાંડ, લીંબુનો રસ, મરી પાવડર તથા જીણે સમારેલી કોથમીર નાખીને બરાબર હલાવીને બધા જ મસાલામે બટેકામાં એકરસ કરો.
૪) ગેસની ધીમી આંચે બટાકાની સુક્કી ભાજીને ૩ થી ૪ મિનિટ ઢાંકીને રાખો.
૫) ગરમ ગરમ સુક્કી ભાજીનેપ...ુરી સાથે પીરસો.
Kaywords: ફરાળી સુકીભાજી, Farali Sukhi Bhaji Recipe in Gujarati, Farali Bhaji, Potato Bhaji, Farali Aloo Ki Sabzi, Farali Shak, Jeera Aloo Sabzi, Farali Bateta nu Shaak
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી સુકીભાજી ને રેટિંગ આપવા બદલ આભાર.