ફરાળી, ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ | |
મીઠું સ્વાદ પ્રમાણે | |
૩૦૦ ગ્રામ તેલ તળવા માટે | |
૫૦ થી ૭૫ મિલિ ગરમ પાણી-લોટ બાંધવા માટે |
૧) ૨૫૦ ગ્રામ રાજગરાના લોટમાં સ્વાદ મુજબ મીઠું નાખી લોટમાં ભેળવી દો.
૨) ૨૫ ગ્રામ જેટલો કોરો લોટ પુરી વણવા બાજુ ઉપર રાખો,બાકીના રાજગરાના લોટને હુંફાળા પાણીથી બાંધી લો. (નોંધ : બાંધેલા લોટની તરત જ પુરી બનાવી લેવી.)
૩) કડાઇમાં ૩૦૦ ગ્રામ તેલને પુરી તળવા માટે ફાસ ગેસ પર ગરમ કરો.
૪) રાજગરાના લોટના નાના ગોરણા કરી. કોરા રાજગરાના લોટમાં ગોરણાને રગદોળી હલકા હાથે પુરી વણો.
૫) પુરી વણતા જાવ અને ગરમ તેલમાં પુરીને તળતા જાવ. પુરી તળતી વખતે ગેસની આંચ મધ્યમ રાખવી જેથી પુરી કાળી ન થાય.
...Kaywords: ફરાળી રાજગરાની પુરી, Farali Rajgira Puri Recipe in Gujarati, Farali Puri, Farali Amaranth Puri, Rajgira Ki Poori
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી રાજગરાની પુરી ને રેટિંગ આપવા બદલ આભાર.