ફરાળી, ફ્યુઝન વાનગી: નાસ્તો, મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૨૫ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
કોફ્તા બનાવવા માટે:
૧) સૌપ્રથમ કાચા કેળાને વરાળે બાફી લો.
૨) પછી બાફેલા કેળાને છીણી લો.
૩) પછી એક વાસણમાં રાજગરાનો લોટ તથા શિંગોડાનો લોટને ચાળી લો.
૪) ચાળેલા લોટમાં આદુ મરચાની પેસ્ટ. લાલ મરચું, ધાણા જીરૂ, સમારેલી કોથમીર ૨ ટેબલ સ્પૂન, મલાઇ, તજ પાવડર, ૧/૨ ટેબલ સ્પૂન તેલ નાખીને લોટમાં બધી જ વસ્તુઓનું બરાબર મિશ્રણ કરો.
૫) મિશ્રણ કરેલા લોટમાં કેળાનું છીણ ઉમેરી પાછું બરાબર મિક્સ કરો. સ્વાદ મુજબ મીંઠુ નાખો.
૬) થોડા હુફાળા પાણીથી મિશ્રણનો કોફ્તા વળે તે પ્રમાણે કઠણ લોટ બાંધો.
૭) એ...ક કડાઇમાં ઊંચી આંચે તળવા માટે તેલ ગરમ કરો.
૮) બીજી તરફ બાંધેલા લોટમાંથી થોડા લંબગોળાકાર નાના કોફતા હાથથી વાળી લો.
૯) ગરમ થયેલા તેલમાં મધ્યમ આંચે ગુલાબી કલરના કોફતાને તળી લો.
ગ્રેવી બનાવવા માટે:
૧) ટામેટાને સમારી ક્રસ કરીને પલ કાઢો.
૨) બટેકાનો છુદ્દો કરો.
૩) ટામેટાના પલમાં બટેકાનો છુદ્દો નાખીને મિકસરમાં એક રસ કરો.
૪) પછી એકરસ કરેલી ટામેટા, બટેકાની ગ્રેવીમાં આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, ખાંડ, લવિંગ પાવડર, તજ પાવડર, સ્વાદ મુજબ મીંઠુ, થોડી કોથમીર નાખીને બધી જ વસ્તુઓનું ગ્રેવીમાં બરાબર હલાવી મિક્સ કરો.
૫) પછી એક કડાઇમાં ૧/૨ ટેબલ સ્પૂન તેલ તથા જીરૂ નાખીને વઘાર માટે તેલને ગરમ કરો.
૬) જીરૂ તેલમાં ઉપર આવે એટલે તેમાં ટામેટા, બટેકાની મિક્સ કરેલી ગ્રેવી નાખો. અને તેને મધ્યમ આંચે ઉકળવા દો. ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે ઉતારી લો.
ડીસ તૈયાર કરવા માટે:
૧) એક પ્લેટમાં કોફ્તા મુકી તેના ઉપર ગ્રેવી નાખો.
૨) ગ્રેવી નાખ્યા પછી ઉપર કોથમીર નાખો અને ચીઝ જોઇતા પ્રમાણમાં ખમણીને નાખો.
ફરાળી થેપલા સાથે ખાવાની મજા આવશે, ફરાળી થેપલની રીત માટે અહિયાં ક્લિકકરો
Kaywords: ફરાળી કોફતા, Farali Kofta Curry Recipe in Gujarati, Farali Kofta Sabji, Malai Kofta For Navratri, Vrat Wale Malai Kofta
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી કોફતા ને રેટિંગ આપવા બદલ આભાર.