ફરાળી, ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૭ થી ૮ ઢોંસા માટે
૫૦૦ ગ્રામ બટેકા | |
૧૦૦ ગ્રામ શિંગદાણાનો ભુક્કો | |
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ | |
૧૦૦ ગ્રામ ટામેટા (નાખવા હોય તો | |
૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર | |
૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો | |
૧ ટેબલ સ્પૂન જીરૂ | |
૮ થી ૧૦ મીઠા લીમડાના પાન | |
૧ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર | |
૨ ટેબલ સ્પૂન વઘાર માટે તેલ | |
સ્વાદ મુજબ મીંઠુ |
૧ ) સૌપ્રથમ બટેકાને બાફી છાલ ઉતારી નાના ટુકડા કરો. અને ટામેટાના નાના ટુકડા કરો.
૨ ) એક કડાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરો.
૩ ) તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરૂ, આદુ મરચાની પેસ્ટ, મીઠા લીમડાના પાન નાખો.
૪ ) વઘાર આવી જાય એટલે તેમાં ટામેટાના ટુકડા નાખી પાંચ મિનિટ સાંતળી લો. પછી તેમાં બાફેલા બટેકાના ટુકડા, શિંગદાણાનો ભુક્કો, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, કોથમીર, સ્વાદ પ્રમાણે મીંઠુ નાખીને સરસ રીતે હલાવીને મસાલાને મિક્સ કરો.
૫ ) મિક્સ કરેલા મસાલાને ૫ થી ૧૦ મિનિટ ગેસની ધીમી આંચે રાખીને હલાવતા રહો જેથી મસાલો એકરસ થઇ જાય.
નોંધ:
- ટામેટાને બ...દલે લીંબુ પણ નાખી શકાય.
- ગરમ મસાલાની જગ્યાએ તજ લવિંગનો પાવડર ૧/૨ ટી સ્પૂન નાખી શકાય.
Kaywords: ફરાળી ઢોસા માટે મસાલો, Stuffing for Farali Dosa Recipe in Gujarati, Falahari Dosa Stuffing
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી ઢોસા માટે મસાલો ને રેટિંગ આપવા બદલ આભાર.