Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

નવરત્ન કોરમા

  42  |  2449 Views

પંજાબી વાનગી: મુખ્ય ભોજન, શાક

નવરત્ન કોરમા

બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૫ થી ૭ વ્યક્તિ માટે

સામગ્રી:

૧૦૦ ગ્રામ પનીર
૫૦ ગ્રામ ફણસી
૫૦ ગ્રામ ફ્લાવર
૫૦ ગ્રામ ગાજર
૫૦ ગ્રામ વટાણા
૫૦ ગ્રામ કેપ્સીકમ
૧૦૦ ગ્રામ ટામેટા
૩ નંગ ડુંગળી
૭ થી ૮ કળી વાટેલુ લસણ
૧ ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
૧૦૦ મીલી ગ્રામ દૂધ
૫૦ ગ્રામ દહીં
૧ ટેબલ સ્પૂન ધાણાજીરૂ
૧ ટેબલ સ્પૂન લાલ મરચા પાઉડર
૧/૨ ટેબલ સ્પૂન હળદર
૨ ટેબલ સ્પૂન ઘી
૫૦ ગ્રામ મલાઇ/ક્રિમ (સજાવટ માટે)
૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર (સજાવટ માટે)
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) ફણસી,ગાજર,ફ્લાવર,કેપ્સીકમના નાના ટુકડા કરો. વટાણાને અને નાના ટુકડા કરેલા શાકને વરાળે બાફી લો.

૨ ) પનીરના નાના ટુકડા કરી તેના પર થોડું મીંઠુ લગાવી વરાળે બાફી લો.

૩ ) વઘારવા માટેની ડુંગળી, લસણની ગ્રેવી બનાવવા માટે, ડુંગળી અને લસણની કળીને ક્રસ કરી એક વાસણમાં અલગ રાખો.

૪ ) વઘાર માટેની મિક્સ ગ્રેવી બનાવવા માટે સમારેલા ટામેટા,ધાણાજીરૂ,હળદર,મરચું,દહીં બધાને ભેગુ કરી મિક્સરમાં ક્રસ કરો.

૫ ) એક વાસણમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ મુકો. ઘી ગરમ થયા પછી તેમાં ક્રસ કરેલી ડુંગળી, લસણની પેસ્ટ નાખો.પેસ્ટને ધીમી આંચે ગુલાબી રંગની થવા દો.

...>૬ ) પછી તેમાં બાફેલા શાકભાજી તથા પનીર નાખો. અને સારી રીતે હલાવી લો.

૭ ) શાકભાજીને બરાબર મિક્સ કર્યા પછી તેમાં વઘાર માટે બનાવેલી મિક્સ ગ્રેવી નાખો. અને હલાવી લો.

૮ ) પછી તેમાં ૧૦૦ મીલી ગ્રામ દૂધ નાખો. અને સારી રીતે હલાવી લો. તેમાં સ્વાદ પ્રમાણે મીંઠુ નાખો.

૯ ) શાકને ૭ થી ૧૦ મિનિટ ગેસની ધીમી આંચે રાખી થોડી થોડી વારે હલાવતા રહો.

૧૦ ) બધો જ મસાલો બરાબર ચડે પછી પીરસતી વખતે તેમાં ક્રિમ અથવા મલાઇની સાથે કોથમીર નાખો.

નોંધ:
તેમાં ઉપરથી જીણા સમારેલા સફરજન,ચીકુ,પાઇનેપલ પણ નાખી શકાય.

Kaywords: નવરત્ન કોરમા, Navratan Korma Recipe in Gujarati, Mix Vegetable Korma, Navratana Korma

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

પાલક પનીર

પાલક પનીર

ઊંધિયું

ઊંધિયું

કાલાજામ

કાલાજામ

હોમમેડ કુકર કેક

હોમમેડ કુકર કેક

પંજાબી કાજુ મસાલા

પંજાબી કાજુ મસાલા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 નવરત્ન કોરમા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: