પંજાબી વાનગી: મુખ્ય ભોજન, શાક
કાજુ મસાલા એ કાજુ, ટામેટા, ક્રીમ અને પંજાબી મસાલાથી બનતુ ટેસ્ટી પંજાબી શાક છે જેમાં કાજુ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તેથી જ કાજુ મસાલા એક રીચ પંજાબી વાનગી છે જેને ઉત્તર ભારતમાં તહેવારો અને ખાસ પ્રસંગોમાં બનાવવામાં આવે છે.
MOST POPULAR RECIPE OF AUGUST 2024 WITH 33 VIEWS ON THE SAME MONTH.
બનાવવામાં લાગતો સમય: 30 થી 40 મિનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: 4 થી 5 વ્યક્તી માટે
૧ ) સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, આદુ, મરચા ને સમારી લો.
૨ ) એક પેનમા બે ટેબલ સ્પૂન તેલ લઈને તેને ગેસની ધીમી આંચ પર ગરમ કરો.
૩ ) ગરમ કરેલા તેલમાં કાજુના ટુકડાને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.
૪ ) ગરમ થયેલા તેલમાં જીરું, હિંગ, તમાલપત્ર, લાળ સૂકા મરચા ને ગેસની ધીમી આંચ પર ૨ થી ૩ મિનીટ સાતળી લો.
૫ ) તેમાં સમારેલા ટમેટા. ડુંગળી, મગતરીના બી, લસણની ૬ થી ૭ કળી નાખી ગેસની ધીમી આંચ પર ચડવા દો.
૭ ) તૈયાર થયેલા ગ્રેવીના બેઝને ૫ થી ૧૦ મીનીટ ઠંડો થવા દો.
૮ ) ગ્રેવીના બેઝને મિક્સરમાં લઈ તેમાં થોડા સાતળેલા કાજુના ટુકડા, આદુનો નાનો ટુકડો, ઝીણા સમારેલા મરચાં નાખી પીસી લઈને ગ્રેવી બનાવો.
૯ ) એક પેનમા ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકો.
૧૦ ) ગરમ થયેલા તેલમાં તૈયાર ગ્રેવી નાખો.
૧૧ ) ગ્રેવીને ગેસની ધીમી આંચ પર રાખીને તેમાં ૧/૨ ટેબલ સ્પૂન મરચું તથા જરૂર લાગેતો સ્વાદ અનુસાર મીઠું નાખી થોડી વાર ચડવા દો.
૧૨ ) તૈયાર થયેલ ગ્રેવીમાં ૨ ટેબલ સ્પૂન ક્રીમ/મલાઈ અને સંતળેલા કાજુ ઉમેરો.
૧૩ ) તૈયાર શાકને કોથમીરથી સજાવીને (ગાર્નીશ) કરીને સર્વ કરો.
નોધ: પસંદગી પ્રમાણે તૈયાર શાકમાં પનીરના બાફેલા અથવા તળેલા ટુકડા નાખી શકાય.
Kaywords: પંજાબી કાજુ મસાલા, Kaju Masala Recipe in Gujarati, Kaju Curry, cashew nut masala curry, Kaju Masala Curry, Cashew Curry, Kaju Crispy🙂 પંજાબી કાજુ મસાલા ને રેટિંગ આપવા બદલ આભાર.