પંજાબી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ )મગતરીના બીને ૩૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી લો. પલળી ગયા બાદ મગતરીના બીને મિકસરમાં પીસી લો.
૨ ) ડુંગળી અને ટામેટાને મિક્સરમાં અલગ અલગ ક્રસ કરીને રાખો.
૩ ) આદુ તથા લસણને મિક્સમાં ક્રસ કરી લો. અને પેસ્ટ બનાવી લો.
૪ ) એક વાસણમાં બે ચમચા તેલ મુકી તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ક્રસ કરેલી ડુંગળી સાંતળવી. ડુંગળીનો કલર બ્રાઉન થ ઇ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી બે થી ત્રણ મિનિટ હલાવવું પછી તેમાં ક્રસ કરેલા મગતરીના બી, હળદર, મરચું, કોથમીર, પંજાબી ગરમ મસાલો નાખી તથા સ્વાદ મુજબ મીંઠુ નાખીને થોડી વાર હલાવી લેવું.
૫ ) પછી તેમાં ક્રસ કરેલા ટામેટ...ા નાખવા. તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળે એટલે તેમાં ક્રિમ અથવા મલાઇ નાખવા.
૬ ) બીજી તરફ પનીરને વરાળે બાફી લેવું તે પનીરમાંથી અડધા પનીરના નાના ટુકડા કરી લેવા અને અડધા પનીરને ખમણી લેવું.
૭ ) ટુકડા કરેલા તથા ખમણેલા પનીરને તૈયાર કરેલી ગ્રેવીમાં નાખીને પાંચ થી સાત મિનિટ ધીમી આંચે ગરમ કરો.
૮ ) પીરસતી વખતે તેમાં જાયફળનો પાવડર નાખીને પનીર ભુરજીને હલાવી લો.
નોંધ:
બાફ્યા વગરનું પનીર નાખો તો ૧/૪ ટી સ્પૂન હાજીનો ગોટો નાખવો.
Kaywords: પનીર ભુરજી, Paneer Bhurji Recipe in Gujarati, Punjabi Sabji Paneer Bhurji
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 પનીર ભુરજી ને રેટિંગ આપવા બદલ આભાર.