પંજાબી વાનગી: મુખ્ય ભોજન, શાક
બનાવવામાં લાગતો સમય: ૩૫ થી ૪૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) પનીર ના નાના-નાના ટુક્ડા કરી સમારી લો.મગધરી ના બી ને ગરમ પાણી મા ૧૦ થી ૧૫ મિનિટ પલાળી દો જેથી નરમ થઇ જાય.
૨ ) એક પેન મા તેલ ગરમ મુકો અને તેમા પનીર ના ટુક્ડા ને આછા ગુલાબી રંગના થાઇ ત્યા સુધી તળી લો.
૩ ) એક તપેલી મા ઠંડુ પાણી ભરી તેમ તડેલા પનીર ના ટુકડા નાખી થંડા થવા દો.
૪ ) ટમેટા, ડુંગળી, અને લસણ ની ગ્રેવી બનાવી લો.
૫ )પલાળેલા મગધરી ના બીની ગ્રેવી બનવી લો.
૬ ) એક પેન મા તેલ ગરમ મુકો, હવે તેમા ડુંગળી ની ગ્રેવી નાખી સાતડી લો, ગ્રેવી આછા ગુલાબી રંગ ની થવા દો, હવે તેમા લસણ ની તેમજ ટમેટા ની ગ્રેવી ઉમેરો અને ઉક...્ડવા દો. હવે ગ્રેવી મા સ્વાદ પ્રમાણે મીઠું , મરચું, ધાણાજીરુ અને હળદર નાખો.
૭ ) ગ્રેવી ને સરખી ઘટ્ટ થવા દો ત્યાર બાદ તેમા મગધરી ના બી ની ગ્રેવી ઉમેરો અને ચડવા દો.
૮ ) ગ્રેવી એક રસ થઇ ત્યારે તેમા આદુ-મરચા ની પેસ્ટ નાખી હલાવી લો હવે તેમા ઠંડા પડેલા પનીર ના ટુક્ડા ઉમેરો અને થોડુ ક્રીમ ઉમેરો. થોડી વાર શાક ને ગેસ ની ધીમી આંચ પર રેહવા દો ત્તેમજ જાયફળ નો ભુકો નાખી હલાવો, શાક તૈયાર. એક બાઉલ મા શાક કાઢી તેમા કોથમીર વડે ગર્નીશ કરો.
નોંધ: ક્રીમ ન હોઇ તો ૧ સ્પૂન મલાઈ ને ક્રશ કરી ઉપયોગ મા લઇ શકાય.
Kaywords: પનીર પસંદા, Paneer Pasanda Recipe in Gujarati, Paneer Pasanda Restaurant Style
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 પનીર પસંદા ને રેટિંગ આપવા બદલ આભાર.