પંજાબી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧ થી ૧:૩૦ ક્લાક
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) (પૂર્વ તૈયારી -૧ કલાલ) સૌ પ્રથમ બાસમતી ચોખા ને સરખા પાણી મા ધોઇ ૧ કલાક પેહલા પલાળી લો.
૨ ) ફણસી,ગાજર, ટ્મેટા,બટેકા ને લાંબા અને પતલા સુધારી લો. ફુલાવર , કોબી ને નાના સમારી લો. ડુંગળીને જીણી સમારી લો. બધા જ શાક ને સરખા ધોઇ લો.
૩ ) એક કડાઈ/પેન મા તેલ ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મુકો. તેમા જીરુ ,તજ, લવિંગ, એલચી, તમાલપત્ર નાખો હવે તેમા જીણી સમારેલી ડુંગળી નાખી આછા ગુલાબી રંગ ની થાઇ ત્યા સુધી સાતળી લો પછી તેમા ટમેટા, ફણસી, વટાણા, બટેકા, ગાજર, ફુલાવર, કોબી, કેપ્સિક્મ નાખો.
૪ ) બધા જ શાક ને બરાબર હલાવી લો હવે તેમા ૨ - ટેબલ સ્પૂન આદુ- મરચા ની પેસ્...ટ, સ્વાદ પ્રમાણે મીઠુ, મરચુ , હળદર, ધાણાજીરુ પાઉડર, બિરયાની મસાલો નાખી હલાવો. શાક ને થોડો સમય ચડવા દો.
૫ ) બીજી તરફ ગેસ પર એક તપેલી મા ૧ લીટર પાણી ગરમ મુકો. તેમા તજ, લવિંગ,એલચી,તમાલપત્ર, મોટો એલચો, ૧ ટી સ્પૂન તેલ, સ્વાદ પ્ર્માણે મીઠુ નાખી પાણી ને ઉકાળો, પછી તેમા પલાળેલા ચોખા નાખી અધક્ચરા બાફી લો.
૭ ) ભાત અધકચરા બફાઇ જાઇ ત્યારે ઓસાવી (પાણી નીતારી એક વાસણ મા કાઢી લો) થંડા થવા દો, હવે ભાતમા થોડુ ઘી નાખી હલાવો.
૮ ) અડધો કપ દુધ લો તેમા થોડુ કેસર નાખી પલાળી લો.
૯ ) શાક તૈયાર થઇ જાય (સરખું ચડી જાય) પછી તેમાથી થોડુ અલગ વાસણમા કાઢી લો અને થોડુ પેન મા જ રાખી શાકનું એક લેયર પેન મા પાથરી લો, હવે તેના પર ભાત નુ લેયર પાથરી તેના પર શાક નુ લેયર બનાવી ફરી તેના પર ભાત નુ લેયર બનાવો તેમા દુધ મા પલાળેલ કેસર નાખો તેમજ ફુદીન ના પાન, કોથમીર, થોડો ગરમ મસાલો નાખી ફરી શાક નુ લેયર બનાવો આમ ક્રમ વાર લેયર બનાવી લો, હવે તેના પર કોથમીર, કાજુ,બદામ, સુકીદ્રાક્ષ ઉમેરીઢાંકી ૫ થી ૭ મિનિટ ચડવા દો. શાહી બિરયાની તૈયાર.
૧૦ ) શાહી બિરયાની દહી સાથે સર્વ કરો.
Kaywords: શાહી બિરયાની, Shahi Veg Biryani in Gujarati, Veg Biryani, Biriani, Beryani, BerianiFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 શાહી બિરયાની ને રેટિંગ આપવા બદલ આભાર.