પંજાબી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫ થી ૭ વ્યક્તિ માટે
૭૫૦ ગ્રામ પાલક | |
૨૫૦ ગ્રામ પનીર | |
૨ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ | |
૪ નંગ ડુંગળી | |
૧૨ થી ૧૫ નંગ લસણની ફોલેલી કળી | |
૩ ટેબલ સ્પુન ઘી | |
૧ ૧/૨ થી ૨ ટેબલ સ્પુન પંજાબી શાકનો મસાલો | |
૧/૪ ટેબલ સ્પુન જીરું | |
૨૦૦ ગ્રામ ટમેટાનો પલ્પ અથવા ૩ ટેબલ સ્પુન ટમેટા સોસ | |
૧ ટેબલ સ્પુન લાલ મરચાનો પાવડર | |
મીઠું સ્વાદ મુજબ. સજાવટની સામગ્રી - મિલ્ક ક્રિમ |
૧) સૌપ્રથમ પાલકને થોડી મોટી મોટી સમારી લો, પછી પાણી નાખી પાલકને કુકરમાં બાફી લો. પાલક બફાઇ ગયા પછી ઠરે એટલે તેને મિક્સરમાં પીસી લોને બાજુ પર રાખો.
૨) પનીરના નાના ટુકડા કરી તેના પર થોડું મીઠું લગાવી વરાળે બાફી લો અથવા પનેરના ટુકડાને તળીને ગરમ પાણીમાં નાખી દો.
૩) ડુંગળી તથા લસણને મિક્સરમાં ક્રશ કરો. તેને બાજુ પર રાખો.
૪) એક કડાઇમાં ૩ ટેબલ સ્પુન ઘી મુકી તેમાં જીરું નાખી વધાર આવવા દો.વધાર આવી ગયા બાદ તેમાં ડુંગળી લસણની પેસ્ટ નાખો.અને ગુલાબી રંગની થવા દો.ડુંગળી લસણની પેસ્ટનો કલર બદલાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો.તેને બરાબર હલાવી દો. બ...ે મિનિટ માટે ગેસની ધીમી આંચે રાખો.
૫) પછી આ ગ્રેવીમાં પીસેલી પાલક ,ટમેટાનો પલ્પ તથા બાફેલું પનીર નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું, પંજાબી ગરમ મસાલો, નાખીને હલાવો.થોડી વાર શાકને ગેસની ધીમી આંચે પકવો.ઘટ્ટ થવા દો. શાકને થોડી થોડી વારે હલાવતા રહો.જેથી બધી જ વસ્તુઓ સરસ રીતે એકરસ થઇ જાય.
૬) પાલકના શાકને ક્રિમથી સજાવીને નાન કે પરોઠા સાથે ગરમ ગરમ પીરસો.
Kaywords: પાલક પનીર, Palak Paneer Recipe in Gujarati, Spinach Paneer, Spinach With Indian Cottage Cheese
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 પાલક પનીર ને રેટિંગ આપવા બદલ આભાર.