નાસ્તો વાનગી: ગુજરાતી
બનાવવામાં લાગતો સમય: ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૫૦૦ ગ્રામ બટેકી (નાના બટેકા) | |
૨૫ થી ૩૦ કળી લસણ (ફોલેલુ) | |
૩ ટેબલ સ્પૂન લાલ મરચાં પાઉડર | |
૫ ટેબલ સ્પૂન ધાણાજીરું | |
૩ થી ૪ ટી-સ્પૂન આમચૂર પાઉડર | |
૧.૫ ટી-સ્પૂન આખું જીરું | |
૧/૨ હિંગ | |
૨૫ થી ૩૦ મિલી ગ્રામ તેલ | |
૨૫ ગ્રામ જીણી સમારેલી કોથમીર | |
સ્વાદ મુજબ મીઠું | |
૧/૨ ટી સ્પૂન હળદર |
૧ ) સૌ પ્રથમ બટેકી ની છાલ ઉતારી લો.
૨ ) એક કુકર માં ૨૦ મિલી જેટલું પાણી ભરી તેમાં બટેકી ને થોડું મીઠું ઉમેરી બાફી લો.
3 ) લસણ ની કડી માં લાલ મરચાં નો પાઉડર,૧ ચપટી મીઠું, થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો.
૪ ) એક પેન માં તેલ ગેસ ની ધીમી આંચ પર ગરમ મૂકી જીરૂ મૂકી વઘાર કરો, ત્યારબાદ તેમાં હિંગ,હળદર તેમજ બાફેલી બટેકી ને ઉમેરી હલાવી લો.
૫ ) વઘારેલી બટેકી માં સ્વમુજબ મીઠું, ધાણાજીરું, લસણ ની પેસ્ટ,લાલ મરચા નો પાઉડર ઉમેરી સરખૂ હલાવી લો. યારબાદ તેમાં ૨૦ મિલી જેટલું પાણી ઉમેરી મિશ્રણ ઘટ્ટ થવા દો અને ધીમે- ધીમે હલાવતા રહો મિશ્રણ એ...કરસ થઈ જવા દો.
૬ ) બટેકી નું મિશ્રણ એકરસ બને ત્યારે ગેસ બંધ કરી દો,બટેકી પર જીણી સમારેલી કોથમીર છાંટી ગાર્નિશ કરો. તૈયાર છે લસણીયા બેટેકી.
નોંધ :- ૧) બટેકી માં દહી નાખી શકાય. ૨) આમચૂર પાઉડર ના હોય તો આંબલી નું પાણી ઉમેરી શકાય. ૩) બટેકી ને પરાઠા સાથે, ફ્રાઈમ્સ જોડે પણ ખાઈ શકાય.
Kaywords: લસણીયા બટેકી, Lasaniya Bataki Recipe in Gujarati, Kathiyawadi Lasaniya Batata, Lasaniya Bataka, Spicy Potatoes with Garlic
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 લસણીયા બટેકી ને રેટિંગ આપવા બદલ આભાર.