મોગલાઈ વાનગી: મુખ્ય ભોજન, શાક
બનાવવામાં લાગતો સમય: ૩૫ થી ૪૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ કોબી તેમજ ફ્લાવર ને સારી રીતે ઘોઈ ને થોડા મોટા સમારી લો.
૨ ) એક પેન/વાસણ માં સમારેલી કોબી, ફ્લાવર, વટાણા તેમજ આખા ટમેટાને વાસણ ને ઢાંક્યાં વગર મીઠું નાખી બાફી લો.
૩ ) શાક બફાઈ જાય પછી શાક ને એક ચારણી માં નિતારી પાણી કાઢી લો. શાક ને થોડી વાર ખુલ્લું રહવા દો.
૪ ) લસણ, આદું, મરચાં, ડુંગળી ને કૃશ કરી તેની પેસ્ટ બનાવી લો.
૫ ) બાફેલા આખા ટામેટાં ની છાલ ઉતારી ટામેટાં ને કૃશ કરી તેનો પલ્પ બનાવી લો.
૭ ) એક પ...ેનમાં તેલ અને ઘી નાખી ગરમ કરો. હવે તે માં લસણ,આદું,મરચાં તેમજ ડુંગળી ની તૈયાર કરેલી પેસ્ટ મિક્સ કરો. પેસ્ટ આછા ગુલાબી રંગ ની થાઈ ત્યાં સુધી ગેસની થીમીઆચે સાતળો. હવે ગ્રેવી માં સૂકો પીસીને તૈયાર કરેલો ગરમ મસાલો ઉમેરો અને તેને ૫ થી ૧૦ મિનિટ હલાવી મિક્સ કરો.
૮ ) હવે તેમાં ટામેટાં ની પલ્પ નાખી ૫ થી ૭ મિનિટ રહવાદો પછી તે માં બાફેલા કોબી, ફ્લાવર, વટાણા ઉમેરી સરખી રીતે હળવી એકરસ કરો. તે માં ૨ થી ૩ ટી-સ્પૂન પંજાબી ગરમ મસાલો નાખી ગેસની ધીમી આંચ પર ૫ મિનિટ રેહવાદો.
તૈયાર છે મોગલાઈ કોબી-ફ્લાવર, તેને ગરમા-ગરમ પરાઠા/નાન સાથે સર્વ કરો.
નોંધ:- શાક ખાટુ લાગે તો ક્રીમ અથવા ખાંડ નાખી શકાય.
Kaywords: મોગલાઈ કોબી-ફ્લાવર, Mughlai Gobi Recipe in Gujarati, Mughlai Gobi Korma, Mughlai Gobi Masala, Mughlai Cauliflower CurryFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 મોગલાઈ કોબી-ફ્લાવર ને રેટિંગ આપવા બદલ આભાર.