ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો, ફરસાણ
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫૦૦ ગ્રામ
૫૦૦ ગ્રામ રાજગરાનો લોટ | |
૪ ટેબલ સ્પૂન લીંબુનો રસ | |
૨ ટેબલ સ્પૂન મરી પાવડર | |
૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું | |
સ્વાદ મુજબ મીંઠુ | |
તળવા માટે તેલ |
૧ ) સૌપ્રથમ રાજગરાના લોટમાં મરી પાવડર, લાલ મરચાનો પાવડર, સ્વાદ મુજબ મીંઠુ, લીંબુનો રસ નાખીને બઘી જ વસ્તુઓને લોટમાં એકરસ કરો.
૨ ) પછી રાજગરાના લોટને હુંફાળા પાણીમાં સંચા માંથી સેવ પડે તેવો બાંધી દો. પછી તે લોટને તેલ વાળો હાથ કરીને કુણવી દો.
નોંધ: સંચાથી સેવ પાડવા માટે વધુ કડક નહી અને બહુ ઢીલો નહી તેવો લોટ બાંધવો.
૩ ) બીજી તરફ ગેસની ઉંચી આંચે સેવ પાડવા તેલને ગરમ કરો.
૪ ) મસાલા વાળા રાજગરાના તૈયાર લોટને સેવ પાડવાના સંચા ભરો. (લોટ ભરતા પહેલા સેવની જાળી અને સંચાની અંદર તેલ લગાવી દો. )
૫ ) ગરમ કરેલા તેલમાં સ...ંચાથી સેવ પાડો. (સંચાને સેવ પાડતી વખતે ગોળ ગોળ ફેરવત રહો ) અને ગેસની આંચને મધ્યમ કરી કરે દો.
૬ ) સેવ તેલમાં પડી ગયા પછી તેને બીજી તરફ ફેરવો સેવને ધીમે ધીમે બે, ત્રણ વાર ઉપર નીચે કરો.
૭ ) સેવનો કલર આછો બ્રાઉન થાય એટલે સેવને તેલમાંથી કાઢી લો. અને રાજગરાના લોટની સેવ તૈયાર.
Kaywords: રાજગરાની સેવ, Rajagara Sev Recipe in Gujarati, Rajgira Sev, Amaranth Sev
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 રાજગરાની સેવ ને રેટિંગ આપવા બદલ આભાર.
❝Found your Rajagara Sev on recipes18 website with name rajgira-sev, and its divert me on you amazing collection of Farali recipes. Thanks for sharing... ❞ by Pooja Dave on 13-07-2022 08:07 PM