ઊંધિયું
ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
ઉંધિયુ એ ગુજરાતી મિક્સ શાકભાજીથી બનતી વાનગી છે જે સુરત (ગુજરાત, ભારત) અને તેની આજુ બાજુના પ્રદેશની વિશેષતા છે. ઉંધિયુ અનેક રીતે બનાવી શકાય છે, અહીં અમે ઓછા તેલ વાળું ઉંધીયુ કેમ બનાવવું તે જણાવ્યૂ છે. ઉંધિયુ એ મકરસંક્રાંતિ/ઉત્તરાયણની ખાસ વાનગી છે.
બનાવવામાં લાગતો સમય: ૫૦ થી ૬૦ મિનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૮ થી ૧૦ વ્યક્તિ માટે
બનાવવાની પદ્ધતિ:
૧ ) સૌપ્રથમ બટેકા, શક્કરીયા,રતાળુની છાલ ઉતારી મધ્યમ કદના ટુકડા કરીને તળી લો.તેને બાજુ પર રાખો પછી એક વાસણમાં ચાણાનો તથા ઘઉંનો જાડો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું, હળદર, ખાંડ, ધાણાજીરૂ તથા ૩ ટેબલ સ્પુન તેલ લોટમાં નાંખી બધીજ વસ્તુને બરાબર એકરસ કરો.
૨ ) મસાલા વાળા લોટમાં સારી રીતે ધોઇ સમારેલી મેથી નાખો.
૩ ) મસાલા મેથી લોટને થોડુ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધો.
૪ ) પછી બાંધેલા લોટના હાથથી નાના મુઠિયાવાળી મધ્યમ આંચ પર લાલાસ પડતા તળી લો.અને તેને એક તરફ રાખી દો.
૫ ) પછી એક વાસણમાં જીણી સમારેલી કોથમીર ધાણાજીરૂ, ગરમ મસાલો, અ
...ધકચરા વાટેલા તલ, શીંગદાણા નો પાઉડર, વાટેલા આદુ મરચા, ચપટી (૧/૪) સાજીના ફૂલ,સ્વાદ મુજબ મીઠું નાખી રવૈયા ભરવાનો લીલો મસાલો તૈયાર કરો બધા જ મસાલા ને એક રસ મીક્સ કરો.
૬ ) પછી આખા રવૈયાને ઉભા અને આડા કાપા પાડી તૈયાર કરેલો લીલો મસાલો ભરો.
૭ ) એક જાડા મોટા વાસણમાં ૧૦૦ ગ્રામ તેલ મુકી તેમાં આખા મરચા તથા હિંગ નાખીને વઘાર કરો.મધ્યમ આંચે ગેસ રાખો.
૮ ) વઘાર આવી ગયા પછી તેમાં તુવેરના દાણા ફોલેલી પાપડી નાખો આ અધકચરુ ચડી જવા આવે પછી તેમાં ભરેલા રીંગણ નાખીને હલાવો.
૯ ) રીંગણ, પાપડી,લીલવા (તુવેરના દાણા) બધુ ચડી જાય પછી તેમાં તળેલા બટેકા,શક્કરીયા,રતાળુ તથા તળેલા મુઠિયા નાખવા અને હલાવી લેવું.
૧૦ ) ત્યાર બાદ તેમાં સમારેલી જીણી કોથમીર, આદુ મરચાની પેસ્ટ (વાટેલા), અધક્ચરા વાટેલા તલ, ૧/૨ લીલા કોપરાનું છીણ,લીલું જીણું સમારેલું લસણ, હળદર,ધાણાજીરૂ,શાકનો ગરમ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું નાખીને શાકને બરાબર હલાવી મીક્સ કરવું.
૧૧ ) ઉંધિયાને પછી થોડીવાર (૫ થી ૭ મીનિટ) ધીમી આંચે રાખવું જેથી ઉંધિયામાં મસાલો સારી રીતે ચડી જાય.
૧૨ ) તેલ ઉંધિયાના શાકમાંથી છુંટુ પડેએટલે ઉંધિયાને ઉતારી લેવું.
૧૩ ) ઉંધિયું થઇ ગયા પછી ઉપર સમારેલી થોડી કોથમીર તથા લીલા કોપરાનું ૧ ટેબલ સ્પુન છીણ નાખી ગરમ ગરમ પીરસવું.
૧૪ ) આમા થોડા ટામેટા નાખવા હોય તો જીણા સમારીને બનતા શાકમાં નાખી શકાય.
Kaywords: ઊંધિયું, Undhiyu Recipe in Gujarati, Undhiyo, Undhiyu, Less Oil Undhiyu, Gujarati Undhiyu, Oondhiya
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya