ફરાળી, ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૨૫ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૨ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
(૧) સાબુદાણાને ધોઇને ૧૦ થી ૧૫ મિનિટ પલાળી લો. પછી પાણી નિતારી લો.
(૨) બટેકાની છાલ ઉતારી છીણી લો. છીણેલા બટેકાને ૧/૪ ટેબલ સ્પૂન તેલ મુકીને સાંતળી લો.
(૩) એક વાસણમાં શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ લો. તેમાં અધકચરા શિંગદાણાનો ભુક્કો, પાણી નિતારેલા સાબુદાણા, કોપરાનું છીણ, સાંતળેલા બટેકાનું છીણ નાખી હલાવી મિક્સ કરો.
(૪) મિક્સ કરેલા લોટમાં આદુ મરચાની પેસ્ટ, તલ, ખાંડ, તજ-લવિંગનો પાવડર, લાલ મરચું, કોથમીર, ખાટું દહીં, સ્વાદ મુજબ મીંઠુ તથા હુફાળું પાણી નાખીને હાંડવાનું ખીરુ તૈયાર કરો.
(૫) હાંડવાના ખીરાને દોઢ થી ૨ કલાક બાજુ ઉપર ઢાંકીને રાખો... દો. (નોંધ:- વધુ વખત ખીરુ રહે તો વાંધો નહી)
(૬) હાંડવો બનાવવાના સમયે બે ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં જીરૂ તથા મીંઠા લીમડાના પાન નાખીને વઘાર આવવા દો. વઘાર આવી જાય એટલે તે તેલમાં ખાવાનો સોડા નાખો.
(૭) વઘારે આવેલા તેલની હાંડવાના ખીરામાં નાખીને બરાબર હલાવીને એકરસ કરી દો.
(૮) હાંડવાના કુકર ને ચારે તરફ બરાબર તેલ લગાવી \ને હાંડવાના ખીરાને અંદર પાથરી દો. પછી પાથરેલા ખીરા પર તલ ભભરાવી દો.
(૯) હાંડવાના કુકરને પાંચ થી સાત મિનિટ ગેસની ઊંચી આંચે રાખો પછી ગેસને ધીમો કરીને કુકરને ૩૦ મિનિટ ગેસ પર રાખો.(નોંધ-વચ્ચે કુકર ખોલીને જોઇ લેવું. હાંડવામાં ચપ્પુ લગાવીને જોવું જો ચપ્પુમાં હાંડવો ચોટે તો થોડી વાર વધુ રાખવું ચડવા દેવું)
(૧૦) ગેસને બંધ કરીને હાંડવાને ૨૫ થી ૩૦ મિનિટ સીઝવા દો.
હાંડવાના કુકરની અવેજીમાં સ્ટેપ-૮ થી આ પ્રમાણે નોનસ્ટીક પેનમાં પણ હાંડવો બનાવી શકાય.
(૮) એક નોનસ્ટીક પેનમાં લગાવી ૧/૪ ટેબલ સ્પૂન તેલમાં જીરૂ તથા મીંઠા લીમડાના પાન નાખી તેલ ગરમ કરો. તેમાં તલ નાખો.
(૯) તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ૨ થી ૩ ચમચા હાંડવાનું ખીરૂ નાખીને પાથરો. અને ઢાંકીને હાંડવાને ગેસની ધીમી આંચે ૩ થી ૪ મિનિટ ચડવા દો.
(૧૦) નીચેની તરફ હાંડવો આછો બ્રાઉન થઇ જાય એટલે ઉથલાવી લેવો. અને બીજી તરફ પણ આછા બ્રાઉન કલરનો થવા દો. ચપ્પુ મુકીને ચડી ગયો છે કે નહી જોઇ લો. કાચો લાગે તો થોડી વાર વધુ રહેવા દો.તૈયાર થયેલા હાંડવાને લીલી ચટણી કે સોસ ચટણી સર્વ કરો.
નોંધ: હાંડવામાં સોફ્ટનેસ લાવવા માટે સાજીના ફુલની જગ્યાએ ઇનો નાખી શકાય પણ તેને વઘારના તેલમાં ન નાખવો. મસાલો કરતી વખતે નાખી દેવો અને ખુબ હલાવી લેવુ.
Kaywords: ફરાળી હાંડવો, Farali Handvo Recipe in Gujarati, Falahari Handvo
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી હાંડવો ને રેટિંગ આપવા બદલ આભાર.