ગુજરાતી, ફરાળી વાનગી: નાસ્તો, મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૫ થી ૧૭ નંગ
૧ ) બે ટેબલ સ્પૂન તેલને સહેજ ગરમ કરો.
૨ ) રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, સમારેલી કોથમીર, ખાંડ, લાલ મરચા પાવડર, ધાણાજીરૂ પાવડર, તલ, સહેજ ગરમ તેલ આ બધી જ વસ્તુઓને લોટમાં મિક્સ કરી એકરસ કરો.
૩ ) મિક્સ કરેલા લોટને દહીં તથા હુફાળા પાણીથી બાંધો અને થોડુ તેલ બાંધેલા લોટ ઉપર લગાવી લોટને કણવી લો.
૪ ) લોટને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી રાખો જેથી બધો જ મસાલો બાંધેલા લોટમાં એકરસ થઇ જશે.
૫ ) બાંધેલા લોટમાંથી નાના લુવા લઇને રાજગરાના કે શિંગોડાના કોરા લોટમાં લુવાને રગદોળી મધ્યમ કદના થેપલા વણો.
૬ ) વણેલા થેપલાને ગેસની... મધ્યમ આંચે થેપલાની બન્ને બાજુ તેલ લગાવી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકો.
૭ ) દહીં, લીલી ચટણી, ચા સાથે થેપલાને ગરમ સર્વ કરો.
Kaywords: ફરાળી થેપલા, Farali Thepla Recipe in Gujarati, Ekadashi Thepla, Rajgira Thepla, Amaranth Thepla, Rajgra Thepla, Singoda Thepla
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી થેપલા ને રેટિંગ આપવા બદલ આભાર.