રાજસ્થાની વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૦ મીનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૧૨ થી ૧૪ નંગ
| ૭૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ | |
| ૧૦૦ ગ્રામ દહીં | |
| ૫ થી ૬ ટેબલ સ્પુન તેલ | |
| સ્વાદ મુજબ મીઠું | |
| ૧ ટી સ્પુન પાપડીયો ખારો અથવા ખાવનો સોડા | |
| ૫૦૦ મીલી ઘી. |
૧ ) એક વાસણમાં ઘઊંનો કરકરો લોટ લઈ તેમાં તેલ નાખીને લોટને બરાબર મસળી લો.
૨ ) તેલવાળા ઘઊંના લોટમાં પાપડીયો ખારો તથા મીઠું નાખીને બરાબર હલાવી લો.
૩ ) મિક્સ કરેલા ઘઊંના લોટમાં દહીં તથા થોડું ગરમ પાણી નાખીને કઠણ લોટ બાંધો.
૪ ) બાંધેલા લોટમાંથી ગોળ મધ્યમ કદના લાડુ વાળો અને અંગુઠાથી વચ્ચે થોડો દબાવી દો.
૫ ) તૈયાર કાચી બાટીને બાટીના કુકરમાં અથવા ઓવનમાં ધીમા તાપે આછા ગુલાબી થી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. થોડી થોડી વારે બાટીને ફેરવતા રહો. જેથી બાટી બધી બાજુથી એકસરખી શેકાય.
advertisement
૭ ) ગરમ ઘી માં સારી રીતે શેકાયેલી બાટીને ૫ થી ૧૦ મીનીટ ઘીમાં ડુબાડી રાખો.
૮ ) તૈયાર બાટીને ગરમાગરમ દાળ અને લસણની ચટણી સાથે પીરસો.
Kaywords: બાટી, Baati Recipe in Gujarati, Bati, Rajasthani BaatiFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 બાટી ને રેટિંગ આપવા બદલ આભાર.