Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

મકાઇ બાટી

  35  |  2239 Views

રાજસ્થાની વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો

મકાઇ બાટી

બનાવવામાં લાગતો સમય: ૪૫ થી ૬૦ મીનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૦ થી ૧૨ નંગ

સામગ્રી:

૫૦૦ ગ્રામ મકાઇનો લોટ
૨૫૦ ગ્રામ ઘઊંનો કરકરો લોટ
૧૨૫ ગ્રામ ચણાનો લોટ
૧ ટી સ્પુન પાપડીયો ખારો
૪ થી ૫ ટેબલ સ્પુન તેલ (મોણ માટે)
૧/૪ ટેબલ સ્પુન હિંગ
૧ ટેબલ સ્પુન લાલ મરચાંનો પાવડર
સ્વાદ મુજબ મીઠું
૫૦૦ મીલી ગ્રામ ઘી
૧ ટેબલ સ્પુન અજમો (નાખવો હોયતો)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ મકાઇ, ઘઊં અને ચણાના લોટને મિક્સ કરો.

૨ ) મિક્સ કરેલા લોટમાં તેલ નાખીને બરાબર મસળી લો.

૩ ) ત્યાર બાદ તેલવાળા લોટમાં પાપડીયો ખારો, મરચુ, હિંગ,સ્વાદ મુજબ મીઠુ નાખો. અને બધુ જ સરસ રીતે લોટમાં મિક્સ કરો. (અજમો નાખવો હોય તો, ૧ ટેબલ સ્પુન અજમો નાખી શકાય)

૪ ) મિશ્રણ કરેલા મસાલાવાળા લોટને થોડા ગરમ પાણીથી થોડો કઠણ લોટ બાંધો.

૫ ) બાંધેલા લોટમાંથી મધ્યમ કદનાલાડુ બનાવો. અને વચ્ચેથી અંગુઠો દબાવી નાનો ખાડો કરો. (બાટી બરાબર શેકાય તેના માટે ખાડો જરૂરી છે. )

૬ ) તૈયાર કાચી બાટીને બાટીના કુકરમાં અથવા ઓવનમાં ધીમ...ી આંચે સેકવા મુકો. વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહો.

૭ ) બાટી આછા ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકો.

૮ ) એક તપેલીમાં બાટી ડુબે એટલુ ઘી ગરમ કરો.

૯ ) ગરમ ઘીમાં શેકાઇને તૈયાર થયેલી બાટીને ૫ થી ૧૦ મીનીટ ડુબાડી રાખો. (ઓછુ ઘી ખાતા હોય તો ઓછો સમય બાટીને ઘીમાં રાખવી)

૧૦ ) તૈયાર બાટીને એમજ નાસ્તામાં ચા સાથે અથવા જમવામાં દાળ-બાટીની દાળ સાથે ખાઇ શકાય.

દાળ બનાવવાની રીત

નોંધ: પાપડીયો ખારો ન હોયા તો સાજીના ફુલ પણ નાખી શકાય.


Kaywords: મકાઇ બાટી, Makai Baati Recipe in Gujarati, Makke Ki Baati, Makai Ni Baati, Rajasthani Makai Bati, Corn Baati

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

દાલ-બાટી

દાલ-બાટી

લસણની ચટણી

લસણની ચટણી

ચાપડી ઉંધિયું (તાવો)

ચાપડી ઉંધિયું (તાવો)

દામડી ઢોકળા

દામડી ઢોકળા

લીલી તુવેરના ટોઠા

લીલી તુવેરના ટોઠા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 મકાઇ બાટી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: