રાજસ્થાની વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મીનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મીનીટ
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ અડદ, મગ અને ચણાની દાળને મિક્સ કરી ધોઇ તેને ૧૦ થી ૧૫ મીનીટ પાણીમાં પલાળવી.
૨ ત્યાર બાદ મિક્સ દાળને કુકરમાં ચાર સીટી વગાડીને બાફી લો.
૩ બફાઇ ગયેલી દાળને એક મોટા વાસણમાં કાઢી પછી તેમાં ઝરેણી ફેરવીને દાળને અધકચરી ક્રસ કરો.
૪ અધકચરી ક્રસ કરેલી દાળમાં હળદર, લાલ મરચાં પાવડર, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, જીણુ સમારેલું લીલુ ...લસણ, લીંબુનો રસ, લસણની લાલ-મરચાંવાળી ચટણી,ધાણાજીરૂ, સ્વાદ મુજબ મીઠું નાંખીને સારી રીતે હલાવી દાળમાં મસાલાને એકરસ કરો. (લીલી ડુંગળી પણ જીણી સમારીને નાખી શકાય)
૫ એક વાસણમાં વઘાર માટે તેલ લો. તેલને ધીમા ગેસે ગરમ મુકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરૂ, હીંગ, રાઇ નાખો. વઘાર આવી જાય
રાઇ તતડી જાય એટલે મસાલો કરેલી દાળમાં વઘાર નાખો.
૬ પછી દાળને ગેસની મધ્યમ આંચે ૧૫ મીનીટ રાખીને ઉકાળો.વચ્ચે વચ્ચે દાળને હલાવતા રહો.
પિરસવા માટે : બાટીને હથેળીથી દબાવી ભુક્કો કરી. ગરમ દાળને તેના ઉપર નાખીને પીરસો. ઉપર સજાવટમાં કોથમીર નાખી શકાય, તીખાશ માટે લસણની લાલ ચટણી પાણીવાળી કરી ઉપરથી નાખી શકાય. દાળને મોળી કરવા માટે થોડું ઘી નાખી શકાય.
Kaywords: દાલ-બાટી, Dal Baati Recipe in Gujarati, Rajasthani Dal Baati Churma, Dal Bati
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 દાલ-બાટી ને રેટિંગ આપવા બદલ આભાર.