ગુજરાતી, ફરાળી વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૦ મિનિટ
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧) સૌપ્રથમ દહીંમાં સ્વાદ મુજબ મીંઠુ, જીરાપાવડર, ખાંડ નાખીને દહીંમાં બોસ ફેરવીને દહીંમાં મસાલાને એકરસ કરો.
૨) દહીંવડા માટે બનાવેલ દહીંને એક તરફ રાખી દો.
વડા બનાવવા માટેની રીત:૧) મોરૈયાને મીઠવાળા પાણીમાં બાફી લો અને બટાકાને બાફી તેનો છુદ્દો કરીને માવો બનાવો.
૨) મોરૈયો ઠંડો પડી જાય એટલે બટેકાના માવામાં શિંગનો ભુક્કો, ચડેલો મોરૈયો, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો થોડો પાવડર, થોડી કોથમીર, સ્વાદ મુજબ મીંઠુ આ બધી જ વસ્તુઓને બરાબર એકરસ કરીને મિક્સ કરી લો.
૩) મિક્સ કરેલા ...બટેકાના માવાની મધ્યમ કદની ગોળ ટીક્કી બનાવો.
૪) એક વાસણમાં શિંગોડાનો કોરો લોટ લઇ તેમાં ટીક્કીને રગદોળી લો.
૫) એક કડાઇમાં ઊંચી આંચે તળવા માટે તેલ ગરમ મુકો. તેલ બરાબર ગરમ થઇ જાય એટલે ગેસને મધ્યમ આંચે કરો.
૬) શિંગોડાના લોટમાં રગદોળેલા વડાને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
ડિસ તૈયાર કરવા માટે: દહીંવડાને એક પ્લેટમાં કાઢીને તેના ઉપર ગળ્યું કરેલું (મસાલાવાળું) દહીં, ખજૂરની ચટણી, જીરા પાવડર, લાલ મરચા પાવડર, મસાલા વાળા શિંગદાણા, દાડમના દાણા તથા કોથમીર નાખો.
Kaywords: ફરાળી દહીં વડા, Farali Dahi Vada Recipe in Gujarati, Upas Dahi Vada, Falahari Dahi Vada, Farali Dahi Bhalla
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી દહીં વડા ને રેટિંગ આપવા બદલ આભાર.