ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૩ થી ૪ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૨૦૦ મિલી પાણી | |
૧૨૫ ગ્રામ ગોળ | |
૨ ટેબલસ્પૂન ચણા નો લોટ | |
૧૫૦ ગ્રામ ઘઉં નો લોટ ( રોટલી ની લોટ ) | |
૨૫ ગ્રામ ઘી |
પૂર્વ તૈયારી
૧ ) સૌ પ્રથમ ને ગોળ ઝીણો સમારી લો .
૨ ) સમારેલ ગોળ ને પાણી માં ઉમેરી ૧૦ થી ૧૫ મિનિટ પલાળી ગળ્યું પાણી તૈયાર કરી લો.
૩ ) હવે તૈયાર કરેલ ગોળ ના પાણી માં ઘઉં તેમજ ચણાં નો લોટ ઉમેરી હલાવતા રહો, લોટ એક રસ બને ત્યાં સુધી હલાવતા રહો અને ખીરું ટિયાર કરી લો.
૪ ) તૈયાર કરેલ પુડલા ના ખીરા ને ૩ થી ૪ કલાક માટે ઢાંકી ને એક તરફ રાખી દો.
પુડલા બનવા માટે
૧ ) સૌ પ્રથમ નોનસ્ટિક પેન ગેસ ની ધીમી આંચ પર ગરમ મૂકી તેના પર થોડું ઘી લગાવી લો.
૨ ) ઘી લગાવેલી લોઢી પર ખીર ને ઢોંસા ની જેમ પથરી થોડી વ...ાર રેહવા દો ત્યારબાદ પુડલા ની કિનારી ફરતે તેમજ પુડલા પર ઘી લગાવી લો ત્યાર બાદ પુડલા ધીમે થી પલટાવી દો.(ઊથલાવી ) બીજી તરફ પણ ૫ મિનિટ રેહવા દો બંને તરફ ગુલાબી રંગ બને ત્યાં સુધી સેકી લો.
૩ ) તૈયાર છે ગરમા ગરમ પુડલા. પુડલા ને દહી ની ચટણી, લીલી ચટણી તેમજ સોસ જોડે સર્વ કરો.
નોંધ:- ૧ ) પુડલા ને ગેસ ની મધ્યામ આનવહ પર જ બનવા ૨ ) ગળપણ જરૂર પ્રમાણે ઓછું - વધારે કરવું. ૩ ) બીજી તરફ પુડલા ને સેકવા થી ઉપર ના પદ નો રંગ બદલાઈ જસે જેથી ખ્યાલ આવી જસે ક પૂડલો બરાબર સેકાઇ ગયો છે.
Kaywords: ગળ્યાં પુડલા, Galya Pudla Recipe in Gujarati, Gujarati Sweet Pudla, Meetha Pudla
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ગળ્યાં પુડલા ને રેટિંગ આપવા બદલ આભાર.