ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ ડુંગળી ની ખમણી લો.
૨ ) ઝીણી સમરેલ મેથી તેમજ કોથમીર ને સારી રીતે ધોઈ લો.
૩ ) એક વાસણ માં ૨૫૦ મિલી પાણી લો તેમાં ચણા નો લોટ ઉમેરી દો ત્યારબાદ તેમાં દહી,સ્વાદ મુજાબ મીઠું,લસણ ની લાલ ચટણી,આદું-મરચાં ની પેસ્ટ,અજમો ઉમેરી સરખી રીતે હલાવી ખીરું તૈયાર કરી લો.
૪ ) તૈયાર કરેલ ડોવણ માં ખમણેલી ડુંગળી,મેથી,કોથમીર ઉમેરી સારી રીતે હલાવી ૧૫ થી ૨૦ મિનિટ માતે એક તરફ રાખી દો.
૫ ) ગેસ ની મધ્યામ આંચ પર નોનસ્ટિક પેંણ મી ગરમ મૂકી પેન ની ફરતે તેલ લગાવી લો.
૬ ) તૈયાર કરેલ ખીરા માંથી એક સ્પૂન વડે પેન માં ખીરા ને ઢોંસા ની ...જેમ પાથરી પુડલા ની કિનારી ફરતે તેમજ પુડલા ઉપર થોડું તેલ લગાવી થોડી વાર રેહવા દો અને પુડલા ને હળવા હાથે ઉથલાવી લો અને બીજી તરફ પણ પુડલા ને સેકી લો,સેસ ગુલાબી રંગ બને ત્યારબાદ પુડલા ને ઉતારી લો.
૭ ) પુડલા ને દહી ની ચટણી, લીલી ચટણી તેમજ સોસ જોડે ગરમા-ગરમ સર્વ કરો.
નોંધ:- ૧ ) અજમા ને હાથ વડે મસડી ને નાખવો. ૨) ડુંગળી,લસણ ની ચટણી, મેથી ઉમેરવા હોય તોજ. બીજા શાક જેમકે ટમેટાં,લીલા મરચાં વગેરે પણ ઉમેરી શકાય.
Kaywords: તીખા પુડલા, મસાલા પુડલા, Tikha Pudla Recipe in Gujarati, Gujrati Tikha Pudla, Besan Pudla
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 તીખા પુડલા ને રેટિંગ આપવા બદલ આભાર.