રાજેસ્થાની વાનગી: મુખ્ય ભોજન, શાક
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
કઢી બનાવવાની રીત:
૧ ) સૌપ્રથમ છાસમાં ચણાનો લોટ ઉમેરો અને બોસ કે જેરણી ફેરવીને છાસ તથા ચણાનો લોટને એકરસ કરો (જો દહીં લીધુ હોય તો તેની મધ્યમ પાણી નાખીને છાસ બનાવી ચણાનો લોટ નાખવો)
૨ ) તેમાં હળદર, લાલ મરચા પાવડર, સ્વાદ મુજબ મીંઠુ નાખીને સારી રીતે હલાવી લો. સાથે આદુ મરચાની પેસ્ટ નાખો.
૩ ) એક વાસણમાં બે ટેબલ સ્પૂન તેલ મુકીને વધારવા માટે ગેસની મધ્યમ આંચે ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમાં જીરૂ તથા હીંગ નાખો. જીરૂ તતડી જાય પછી (વઘાર આવી જાય પછી) તેમાં કઢીનું મિશ્રણ નાખીને હલાવી લો.
૪ ) કઢીને ગેસની મધ્યમ આંચે ગરમ મુકી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ...ઉકાળો અને કઢીને એક તરફ રાખી લો.
નોંધ:
- કઢીમાં લસણ નાખવું હોય તો લાલ મરચાના પાવડર સાથે પીસીને કઢીનું મિશ્રણ તૈયાર કરતી વખતે નાખવું.
- જો ગળચટ્ટુ ખાવું હોય તો થોડો ગોળ અથવા ખાંડ નાખી શકાય.
પકોડા બનાવવાની રીત:
૧ ) સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હળદર, લાલ મરચા પાવડર, ખાવાનો સોડા, ધાણાજીરૂ, જીણી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીંઠુ નાખો અને બધી જ વસ્તુઓને લોટમાં બરાબર મિક્સ કરો.
૨ ) મિક્સ કરેલા લોટમાં જરૂર મુજબ પાણી નાખી વડા ઉતરે તેવું ઘટ્ટ ખીરૂ તૈયાર કરો.
૩ ) તૈયાર કરેલા ખીરામાં બે ટેબલ સ્પૂન ગરમ તેલ નાખી સારી રીતે હલાવો.
૪ ) એક કડાઇમાં તળવા માટે તેલ લઇ ગેસની ઊંચી આંચે ગરમ કરો. પછી ગેસની આંચ મધ્યમ કરી તેમાં તૈયાર કરેલા ખીરામાંથી નાના નાના પકોડા મુકીને આછા ગુલાબી રંગના તળી લો.
નોંધ:
- કઢીમાં પકોડા વહેલા નાખી દેશો તો પકોડા પોચા પડી જશે. તેથી પીરસતી વખતે જ નાખવા.
શાક પીરસવા માટે:
શાક પીરસતી વખતે કઢીને ગરમ મુકો. અને તેમાં ઉતારેલા પકોડા નાખીને ૩ થી ૫ મિનિટ ગરમ કરો. તેના ઉપર સમારેલી થોડી કોથમીર નાખો. અને ખાવા માટે શાક પીરસો.
Kaywords: રાજસ્થાની પકોડા કઢી, Rajasthani Pakoda Kadhi Recipe in Gujarati, Rajasthani Pakora Karhi
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 રાજસ્થાની પકોડા કઢી ને રેટિંગ આપવા બદલ આભાર.