ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૫ મિનિટ
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૮ થી ૧૦ વ્યક્તિ માટે
૧) સૌપ્રથમ તુવેરદાળને ગરમ પાણીમાં ૧૫ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેને સારી રીતે ધોઇ લો.
૨) પછી તુવેરદાળને પાણી નાખીને કુકરમાં બાફી લો.
૩) દાળ બફાઇ ગયા બાદ તેને એક મોટા વાસણમાં કાઢીને અંદર અંદાજે ૩૦૦ ગ્રામ જેટલું પાણી ઉમેરીને જેરી લો.દાળ ને પાણીને એક રસ કરો.
૪) પછી એકરસ કરેલી તુવેરની દાળમાં સ્વાદ મુજબ મીઠું, એક લીબુંનો રસ,૧ ટેબલ સ્પુન હળદર,૧૦૦ ગ્રામ જીણા સમારેલા ટમેટા, ૩ ટેબલ સ્પુન આદુ મરચાંની પેસ્ટ, ૨૫ ગ્રામ ગોળ,૨ ટેબલ સ્પુન ધાણાજીરાનો પાવડર, ૧ ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર,૨ ટેબલ સ્પુન કાચા શીંગદાણા, ૧ ટેબલ સ્પુન ગરમ મસાલો, આ બધી જ વસ્તુઓ... તે એકરસ કરેલી તુવેરદાળમાં નાખીને એક ચમચાથી બરાબર હલાવી લો.અને એક તરફ રાખો.
૫) વધાર માટે:- પછી એક વાસણમાં વધાર માટે ૨ ટેબલ સ્પુન તેલ લો. તેમાં ૧ ટેબલ સ્પુન રાઇ,૧/૨ ટેબલ સ્પુન મેથી,૧/૨ ટેબલ સ્પુન હિંગ નાખો. અને તેને ગેસની ધીમી આંચે મુકો.રાઇ તતડી જાય અને વધાર આવી જાય પછી તેમાં સુકા લાલ મરચાંના ટુકડા કરીને નાખો. ગેસને બંધ કરી દો.
૬) આવેલા વધારને એકરસ મસાલાવાળી તુવેરદાળમાં નાખો. પછી તુવેરદાળને ગેસની મધ્યમ આંચ પર ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળો.અને દાળને થોડી ઘટ્ટ થવા દો.ગેસને બંધ કરી દો.
નોંધ: ખટાશ માટે આંબલી પણ નાખી શકાય.આંબલી નાખવી હોય તો તેને ૧૦ મિનિટ અલગથી પાણીમાં પલાળીને નાખવી.
Kaywords: વરાની દાળ, પ્રસંગની દાળ, Gujarati Vara Dal Recipe in Gujarati, Wedding Style Gujarati Dal, Vara ni daal
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 વરાની દાળ ને રેટિંગ આપવા બદલ આભાર.