Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ખજૂર પનીરની ભાખરવડી

  64  |  1 Review  |  2475 Views

ફ્યુઝન વાનગી: નાસ્તો, મિષ્ટાન, ફરસાણ

ખજૂર પનીરની ભાખરવડી
Achiever

FIRST PLACE WINNER OF QUEEN'S KITCHEN RECIPE COMPETITION 2016

બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ

સામગ્રી:

૧૦૦ ગ્રામ ખજૂર
૧ ટેબલસ્પૂન એલચી પાવડર
૧૦૦ ગ્રામ પનીર
૧ ટેબલસ્પૂન સૂંઠ પાવડર
૧૦૦ ગ્રામ મેંદો
૨ ટેબલસ્પૂન માખણ
૧૫૦ ગ્રામ કોર્ન ફ્લોર
૧ ટેબલસ્પૂન એસેન્સ
૧૦૦ ગ્રામ ડ્રાયફુટ પાવડર (પીસ્તા
બદામ
કાજુ)
૨ ટેબલસ્પૂન દળેલી ખાંડ
૧/૨ ટેબલસ્પૂન બેકિંગ પાવડર
વધુ સામગ્રી વાંચો
વાનગીકાર / Recipe By
testmaker

Sadhana Parmar

Entrepreneur
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) મેંદો, બેકિંગ પાવડર તથા ૧ ટેબલસ્પૂન દળેલી ખાંડને મીક્ષ કરી ચાળી લેવી. તેનો કઠણ કણક બાંધવો.

૨) ખજૂરના ઠળિયા કાઢી તેને મીક્ષરમાં ક્રશ કરવું તેમાં એલચી તથા સૂંઠ પાવડર મીક્ષ કરી ગોળ લુવા બનાવવા.

૩) પનીર, કોર્નફ્લોર તથા ૧ ટેબલસ્પૂન ખાંડ મીક્ષ કરી તેના લુવા બનાવવા.

૪) પાટલા પર પ્લાસ્ટિક પાથરી મેંદાના કણકમાંથી ગોળ રોટલા બનાવવો.

૫) પ્લાસ્ટિક પાથરી તેના પર પહેલા મેંદાનો રોટલો મુકવો તેના પર ડ્રાયફુટ પાવડર પાથરવો તેજ રીતે પનીરનો રોટલો મુકી ડ્રાયફુટ પાવડર પાથરવો.

૬) ત્રેણે રોટલાના થર તૈયાર કરી તેના ઉપર ધીમા હાથે વેલણથી વણી ...લેવું.

૭) હવે નીચેનું પ્લાસ્ટિક ગોળ વાળતા જ રોટલો રોલ વાળનો રોલ ફીટ વાળી તૈયાર થાય એટલે તેના પીસ કરી લેવા.

૮) ગ્રીસ કરેલી ટ્રેમાં ગોઠવવા પ્રિહિટ ઓવનમાં ૨૦૦ ડીગ્રીએ ૧૫ મિનિટ બેક કરવા મુકવું.

૯) “ખજૂર-પનીરની ભાખરવડી” તૈયાર થશે તેને સર્વિંગ ટ્રેમાં ગોઠવી ખાંડના પાવડરને સ્પ્રિંક્લ કરી સર્વ કરવી.

Kaywords: ખજૂર પનીરની ભાખરવડી, Khajur Paneer Bhakharwadi Recipe in Gujarati, Khajur Paneer Bhakarwadi, Bhakarwadi

વાનગીકાર / Recipe By
testmaker

Sadhana Parmar

Entrepreneur

તમને આ વાનગીઓ પણ ગમશે

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

લીલવા કચોરી

લીલવા કચોરી

સુરતી લોચો

સુરતી લોચો

ન્યુટ્રી ડિલાઇટ

ન્યુટ્રી ડિલાઇટ

ફરાળી પાત્રા

ફરાળી પાત્રા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ખજૂર પનીરની ભાખરવડી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો:
Review:

Perfect healthy fusion recipe, perfectly explained and written. Image represents dish very deliciously ????. Definitely going to try at home. by Reema Shah on 04-06-2022 09:06 PM